શ્રી મહેર સોશ્યલ ગ્રુપ દ્વારા મહેર જ્ઞાતિના વિધાર્થિઓ માટે ર૯ ડિસેમ્બરના ગોઢાણીયા કોલેજમાં ખેલકૂદ સ્પર્ધા-૨૦૨૪ યોજાશે.
ખેલકુદની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૨૧ ડિસેમ્બર સુધીમાં મહેર સમાજ ઝુડાળા એન્ટ્રી પહોંચાડવાની રહેશે
ગોસા(ઘેડ) તા. ૨૫/૧૧/૨૦૨૪
શ્રી મહેર સોશ્યલ ગ્રુપ, પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના વિધાર્થી ભાઈ–બહેનો માટે ર૪મી ખેલકૂદ સ્પર્ધાનું પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે.
શ્રી મહેર સોશ્યલ ગ્રુપ પોરબંદર દ્વારા છેલ્લા ર૩ વર્ષથી મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સન્માન તેમજ ખેદકૂદ સ્પર્ધાનું નિયમિત રીતે પોરબંદર ખાતે આયોજન કરવામાં આવે છે.
આગામી ડિસેમ્બર માસમાં શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ખેલૂકદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લેવા મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનોને સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ ખેલકૂદ સ્પર્ધા મુખ્યત્વે બે વિભાગમાં યોજાનાર છે. જેમાં જુનિયર વિભાગમાં ધોરણ ૧૦સુધી અભ્યાસ કરતા ભાઈઓ બહેનો માટે દોડ વિભાગ – ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, ૧પ૦૦ મીટર કૂદ વિભાગમાં ઉંચી કૂદ અને લાંબી કૂદ તથા ફેક વિભાગમાં ગોળા ફેડ (૮ રતલ) અને ચક્ર ફેક (૧ કિલો) તેમજ સિનિયર વિભાગમાં ધોરણ ૧૧ કે તેથી વધુ અભ્યાસ કરનારા ભાઈઓ – બહેનો માટે દોડ વિભાગમાં ૧૦૦ મીટર, ૪૦૦ મીટર, ૧પ૦૦ મીટર કૂદ વિભાગમાં ઉંચી કૂદ – લાંબી કૂદ તથા ફેક ભાઈઓના વિભાગમાં ગોળા ફેંક( ૧ર રતલ ), બરછી ફેંક ( ૮૦૦ ગ્રામ ) અને બહેનોના વિભાગમાં ગોળાફેંક(૮ રતલ), બરછીફેંક ( ૬૦૦ ગ્રામ ) રહેશે.
આ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન તા.ર૯/૧ર/ર૦ર૪ને રવિવારના રોજ ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ, બસ પાકિંગ ગ્રાઉન્ડ, એમ. જી. રોડ, પોરબંદર ખાતે સવારે ૮–૩૦ કલાકે રાખવામાં આવેલ છે. સ્પર્ધામાં એક વિધાર્થિ ૩ ઇવેન્ટ (રમત) મા ભાગ લઈ શકશે, સ્પર્ધા માં લેવા માટે એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ર૧–૧ર–ર૦ર૪ને ગુરુવાર છે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી આપની હાલની શાળા / કોલેજના પ્રિન્સીપાલની સહી સિકકા સાથે મોકલવાની રહેશે. તેમજ આપની એન્ટ્રી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, પોરબંદર ખાતે રૂબરૂ કે ટપાલ મારફતથી ઉપરોકત દર્શાવેલ છેલ્લી તારીખ સુધી મોકલવાની રહેશે.વધુ માહિતી માટે મો.નંબર ૯૪૨૮૨ ૪૨૬૪૭- ૯૬૬૨૫ ૦૩૦૬ ઉપર સંપર્ક કરવા સંસ્થા દ્વારા યાદી પાઠવવામાં આવેલ છે.
આ ખેલકૂદ સ્પર્ધામાં મહેર જ્ઞાતિના ખેલાડીઓને વધુમાં વધુ ભાગ લેવા માટે શ્રી મહેર સોશ્યલ ગ્રુપ – પોરબંદર સંસ્થા દ્વારા મહેર જ્ઞાતિના ભાઇઓ બહેનોને અપિલ કરવામાં આવે છે. રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.