*હિંમતનગરના પ્રતાપપુરા ખાતે ગ્રામસભા
*હિંમતનગરના પ્રતાપપુરા ખાતે ગ્રામસભા યોજાઈ*
**********
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના પ્રતાપપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી.
આ ગ્રામસભામાં ગ્રામજનોને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઈનુ મામેરું યોજના, વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય, ખેતીવાડી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. તેમજ આરોગ્ય વિભાગ અને આઈ. સી. ડી. એસ વિભાગમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને મળતી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ગ્રામસભામાં વિવિધ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હાતા.
*******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.