સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાંલખાભાઈ ધનાભાઈ વણકર રહે.નેત્રામલી વણકરલખાભાઈ ધનાભાઈ વણકર રહે.નેત્રામલી વણકર છેલ્લા બે વર્ષથી વણશોધાયેલ ખુનનો ભેદ ઉકેલી કાઢતી ઇડર પોલીસ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાંલખાભાઈ ધનાભાઈ વણકર રહે.નેત્રામલી વણકરલખાભાઈ ધનાભાઈ વણકર રહે.નેત્રામલી વણકર છેલ્લા બે વર્ષથી વણશોધાયેલ ખુનનો ભેદ ઉકેલી કાઢતી ઇડર પોલીસ


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં
નાબય પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓએ જીલ્લામાં નોંધયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સૂચનાઓ આપેલ હોઇ જે -અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદશન હેઠળ અમો સી.જી.રાઠોડ પોલીસ ઇન્સપેક્ટર ઇડર નાઓના સતત માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એ.જે.શાહ ઇડર પોલીસ સ્ટેશન તથા બીજા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ઇડર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.રજી.નં ૧૧૨૦૯૦૨૦૨૨૧૨૧૨/૨૦૨૨ ઈ.પી.કો.કલમ-૩૦૨,૪૯૮(ક).૨૦૧, ૧૧૪ મુજબનો ગુન્હો નેત્રામલી તા.૨૦/૦૫/૨૦૨૨ ના રોજ બનવા પામેલ હતો જે ગુન્હાની તપાસના કામે મરણ જનારની દફનાવેલ લાશ બહાર કઢાવી લાશનું ફોરન્સીક પી.એમ. કરાવવા સારુ લાશ બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને મોતનુ કારણ બોથડ પદાર્થ મારવાથી થયેલ હોવાનું જણાઈ આવેલ જે આધારે ગુન્હો રજી કરી તપાસ તજવીજ હાથ ધરી શકમંદ ઇસમોની સઘન પુછપરછ હાથ ધરવામા આવેલ અને શકમંદ ઇસમો તથા સાહેદોની કોલ ડીટેઈલ મેળવી તમામ શકમંદ ઇસમોના નંબરોની કોલ ડીટેઈલ એનાલીસીસ કરી બનાવ સમયેની તેઓની હાજરી સંબધે તેઓની અવાર નવાર સઘન પુછપરછ કરી ગુન્હો શોધી કાઢવા સારુ શકના દાયરામા રહેલ શકમંદ આરોપી તથા સાહેદોના L.V.A./ S.D.S. ટેસ્ટ કરાવવામા આવેલ તેમજ ફોરેન્સીક સાયન્સની મદદ મેળવી શકમંદ આરોપી તથા સાહેદોના પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામા આવેલ અને સાંયોગીક પુરાવા આધારે શકમંદ ઇસમની યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા પોતે ભાગી પડેલ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પોતે ગુસ્સામા આવી ચુલ્હો સળગાવવા રાખેલ લાકડાનો ધોકો મરણ જનારને માથામા મારી દીધેલ અને મરણજનાર નીચે પડી જતા પોતે કોઈને જાણ ન થાય તે રીતે તળાવ નજીક ઢોર ચરાવવા સારુ જતો રહેલ વિ મતલબે હકીકત જણાવેલ જેથી એફ.એસ.એલ અહેવાલ તથા સાંયોગીક પુરાવા પણ આરોપીની કબુલાતને સમર્થન આપતા હોઇ સદર ગુન્હાના કામના આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. આમ સદર ગુન્હો શોધી કાઢવામા ઇડર પોલીસે સફળતા મેળવેલ છે.

આરોપી - લખાભાઈ ધનાભાઈ વણકર રહે.નેત્રામલી વણકર વાસ તા.ઈડર જી.સાબરકાંઠા

સારી કામગીરી કરનાર ટીમ -

૧) સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેકટર ઇડર પોલીસ સ્ટેશન

( (૨) એ.જે.શાહ પોલીસ સબ ઇન્સ્પેકટર ઇડર પોલીસ સ્ટેશન

(૩) પો.કો. બ્રીજેશકુમા મહેશભાઈ બ.નં.૮૩૭ (૪) વુ.પો.કો.રેણુકાબેન અવસરભાઈ બ.નં.૯૯૧

(૫) વુ.પો.કો. પુષ્પાબેન વાલાભાઈ બ.નં.૦૩૨૭

✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.