તારા પુત્રએ મારા દિકરાનું મર્ડર કરેલ છે કહીં ઘાંચીવાડના પ્રૌઢ પર હુમલો - At This Time

તારા પુત્રએ મારા દિકરાનું મર્ડર કરેલ છે કહીં ઘાંચીવાડના પ્રૌઢ પર હુમલો


ઘાંચીવાડમાં તારા પુત્રએ મારા દિકરાનું મર્ડર કરેલ છે કહીં પ્રૌઢના ઘરમાં ઘુસી નવા થોરાળાના જીવણ ઉર્ફે ગુલી સહિતના શખ્સોએ છરીથી હુમલો કરતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જિલ્લા ગાર્ડન ચોક, કેનાલ રોડ પર ઘાંચીવાડ શેરીમાં રહેતાં રવજીભાઇ બચુભાઇ મુંછડીયા (ઉ.વ.પ2) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીવણ ઉર્ફે ગલી મકા મકવાણા, શામજી ઉર્ફે શામો મકા મકવાણા અને દિલીપ પ્રેમજી ચૌહાણ (રહે. તમામ નવા થોરાળા) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરી કામ કરે છે. ગઇ તા.15 ના સાંજના સાડા છ એક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે નવા થોરાળામાં રહેતા જીવણ ઉર્ફે ગુલી મકવાણા, તેનો ભાઇ શામજી ઉર્ફે શામો મકવાણા અને દીલીપ ચૌહાણ બાઇકમાં ઘસી આવેલ અને ઘર બહાર ગાળો આપવા લાગેલ અને જીવણ ઉર્ફ ગુલીએ કહેલ કે, બે વર્ષ પહેલા મારા દીકરા સિધ્ધાર્થનું મર્ડર તારા દીકરાએ કરેલ છે, તેમ કહેતા તેને કહેલ તમારા દીકરાનું મર્ડર કરવા વાળા તો જેલમાં છે, કહેતા જ ત્રણેય ઉશ્કેરાઇ ગયેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. દરમિયાન જીવણ ઉર્ફે ગુલીએ છરી કાઢી હુમલો કરી દિધો હતો. તેઓએ દેકારો કરતાં ત્રણેય શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ હતા.
બાદમાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.