રાજકોટ શહેર એરપોર્ટ થી શાસ્ત્રીમેદાન સુધીનો રસ્તો ૨ દિવસ સુધી રહેશે બંધ. - At This Time

રાજકોટ શહેર એરપોર્ટ થી શાસ્ત્રીમેદાન સુધીનો રસ્તો ૨ દિવસ સુધી રહેશે બંધ.


રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટ આવી પહોંચે તે પહેલાં તેઓને જે-જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે તેમજ તેઓ જ્યાંથી પસાર થવાના છે તે આખાયે રૂટ ઉપર આજે પોલીસ દ્વારા જબદરસ્ત રિહર્સલ કરવામાં આવ્યું હતું. એકંદરે સવારે ૧૧ વાગ્યાથી જ મોટાભાગના રસ્તાઓ ઉપર પોલીસકારના સાયરન વાગવાનું શરૂ થઈ ચૂક્યું છે. બીજી બાજુ સાંજે ૬ વાગ્યે મેગા રિહર્સલ પણ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રિહર્સલમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સ્પેશ્યલ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહમદ, DCP ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, DCP ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, DCP ઝોન-૨ સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓ ઉપરાંત ક્રાઈમ સહિતની તમામ મહત્ત્વની બ્રાન્ચો ઉપરાંત મોદીની સુરક્ષામાં તૈનાત રહેનાર તમામ અધિકારીઓ જોડાયા હતા. પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આજે તા.૧૮ અને કાલે તા.૧૯ એમ બે દિવસ માટે બપોરે ૪ થી રાત્રે ૮ વાગ્યા સુધી એરપોર્ટ થી એરપોર્ટ ફાટક, જૂની NCC, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોક થી યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ, રાડિયા બંગલા ચોક થી માલિવયા ચોક અને માલવિયા ચોક થી શાસ્ત્રી મેદાન સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો-પાર્કિંગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ બંધ રાખવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાલે બપોરે ૨:૧૦ વાગ્યે મોદી રાજકોટ આવી ગયા બાદ ૨:૧૫ વાગ્યે એરપોર્ટ પર થી જ જૂનાગઢ જવા માટે રવાના થશે. ત્યાંથી સાંજે પાંચ વાગ્યે આવી ગયા બાદ તેઓ એરપોર્ટ થી પોલીસ હેડક્વાર્ટર સુધી રોડ શો અને ત્યાંથી રેસકોર્સમાં સભાને સંબોધન કર્યા બાદ સીધા યાજ્ઞિક રોડ થી શાસ્ત્રી મેદાન ખાતે પહોંચશે. અહીં હાઉસિંગ કોન્કલેવ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ સીધા એરપોર્ટ પહોંચીને ગાંધીનગર જવા માટે રવાના થશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.