બાલાસિનોર તાલુકામાંથી બોગસ ડોક્ટર તથા કમ્પાઉન્ડરને ઝડપી લેવામાં આવ્યા - At This Time

બાલાસિનોર તાલુકામાંથી બોગસ ડોક્ટર તથા કમ્પાઉન્ડરને ઝડપી લેવામાં આવ્યા


બાલાસિનોર તાલુકામાંથી બોગસ ડોક્ટર તથા કમ્પાઉન્ડરને ઝડપી લેવામાં આવ્યા

મહીસાગર એસોજી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી એલોપેથી દવાઓ ના જથ્થા સાથે બોગસ ડોક્ટરને દબોચ્યો

બાલાસિનોર
બાલાસિનોર ના ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હોય અને લોકોને એલોપેથી દવાઓ આપતો હોવાની મહીસાગર એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી. તે આધારિત એસોજી પોલીસે છાપો મારી બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડ ની ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મહીસાગર એસકોજી પોલીસને બાદમે મળી હતી કે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેન્દ્રસિંહ જાલમસિંહ સોલંકી રતથા કમ્પાઉન્ડર અંબાલાલ રાયભણસિંહ ઝાલા બંને રહે મોકમજીના મુવાડા મોતીપુરા, તા.બાયડ, જીલ્લો અરવલ્લી કોઈપણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તે બાત બિના આધારે મેડિકલ ઓફિસર તથા ફાર્મસીસ્ટને સાથે રાખી ઈચ્છાના મુવાડા ચોકડી પર મોટરસાયકલ પર બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓનો જથ્થો પકડી લેવામાં આવ્યો હતો 12878 ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લઇ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ તથા બીએનએસની કલમ ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.