જસદણ તાલુકા સેવા સદન ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને કચેરી દ્વારા તાલુકાના વિવિધ સંગઠનોની જળસંચય સંગ્રહ માટેની બેઠક યોજાઈ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકા સેવા સદન કચેરી ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને કચેરીના સયુંકત ઉપક્રમે જસદણ શહેર ના બિલ્ડર્સ એસોસિયેશન માર્કેટિંગ યાર્ડ જસદણ, ઓપનર થ્રેસર એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ, એન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ખાનગી સ્વનિર્ભર શાળા એસોસિયેશનના હોદેદારો સાથે મળી જળ એ જ જીવન ના સૂત્ર સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ મહત્તમ બોરવેલ રીચાર્જ થાય અને જમીનના જળ સ્ત્રાવ ઊંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યા હતા. અને જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલ લક્ષ્યાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્વારા વરસાદી પાણીનું લોકભાગીદારીથી કઈ રીતે જળસંચયના કાર્ય કરી શકાય તેવી ટેકનીકલ માહિતી આપી અને લોકોને કઈ રીતે આ કાર્યમાં જોડી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ છે. આ મીટીગમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, વિરાભાઈ હુંબલ, મામલતદાર એમ.ડી.દવે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ અગ્રણી બિલ્ડર્સ કુલદીપભાઈ પટગીર, જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા , માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ દવે, ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, ગંગા ઈન્ડસ્ટ્રીઝ મહેન્દ્રભાઈ છાયાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.