બાલાસિનોર મહીસાગર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું
અગાઉ મહામંત્રીએ રાજીનામું આપ્યું
હતું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાજીનામું આપી આગામી સમયમાં પોતાના કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. ધારાસભ્ય તથા પક્ષના વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પદની કે પક્ષની કામગીરી કરવા સહકાર મળતો નથી. અમુલ ડેરીના ડીરેક્ટરની ચુંટણીમાં મને જીતાડવામાં કોઇ ભૂમિકા ભજવવામાં આવી ન હતી. પક્ષમાં સતત કામ કરવા છતા વ્હાલા – દવલાની નીતિ રાખી સતત અન્યાય કરી અવગણના કરવામાં આવતી હોવાનું જણાવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.