રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રતિમા બનાવવા, સ્થાપન તથા વિસર્જન અંગે જારી કરાયેલા આદેશો – પર્યાવરણ તથા જળસૃષ્ટિને નુકસાન ન થાય તે રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવા અનુરોધ
રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રતિમા બનાવવા, સ્થાપન તથા વિસર્જન અંગે જારી કરાયેલા આદેશો - પર્યાવરણ તથા જળસૃષ્ટિને નુકસાન ન થાય તે રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવા અનુરોધ
રાજકોટ તા ૦૫ જુલાઇ -રાજકોટ શહેરમાં આગામી તા. ૭ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તે સંદર્ભે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા નીચે મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.
જે મુજબ રાજકોટ શહેરી વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા પ્લાસ્ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.)નો ઉપયોગ કરવો નહીં, ગણેશજીની માટીની મૂર્તિઓની ઉંચાઈ બેઠક સહિત ૯ ફૂટ કરતાં વધારે હોવી જોઈએ નહીં, મૂર્તિકારોએ વેચાણમાં ન થયેલી તથા ખંડિત થયેલ મૂર્તિઓને સ્થાપનાના દિવસ બાદ બિન વારસી હાલતમાં મૂકવી નહીં, નક્કી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજૂરીમા દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાનું સ્થળ તથા વેચાણના સ્થળે કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહીં, સીસીટીવી લગાવ્યા વિના તથા અગ્નિક્ષામક સાધનો લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ છે, સ્થાપના/ વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજી શકાશે નહીં. મૂર્તિઓની બનાવટમાં કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં, રાજકોટ શહેર બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે. આ જાહેરનામાનો અમલવારીનો સમય તા. ૧૦ જુલાઈથી તા. ૦૭ સપ્ટેમ્બર સુધી રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર દંડને પાત્ર થશે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.