30મી એપ્રિલે વેરાવળથી સાલારપુર સુધી "સમર સ્પેશિયલ ટ્રેન" દોડશે - At This Time

30મી એપ્રિલે વેરાવળથી સાલારપુર સુધી “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે


30મી એપ્રિલે વેરાવળથી સાલારપુર સુધી
"સમર સ્પેશિયલ ટ્રેન" દોડશે
ટિકિટ બુકિંગ મંગળવારથી જ શરૂ થશે
ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ વેરાવળ અને સાલારપુર વચ્ચે વિશેષ ભાડા પર "સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 22.20 કલાકે માત્ર એક દિવસ માટે એટલે કે 30.04.2024 (મંગળવારે) માટે દોડશે.ટ્રેનનંબર09555/09556વેરાવળ-સાલારપુર-વેરાવળ સ્પેશિયલ ટ્રેન નંબર 09555 વેરાવળ-સાલારપુર “સમર સ્પેશિયલ ટ્રેન” વેરાવળથી 30.04.2024 (મંગળવાર)ના રોજ 22.20 કલાકે ઉપડશે અને બે દિવસ પછી ગુરુવારે સવારે 10.30 કલાકે સાલારપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી માત્ર એક દિવસ એટલે કે 30.04.2024 (મંગળવારે) માટે દોડશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 સાલારપુર - વેરાવળ "સમર સ્પેશિયલ ટ્રેન" 02.05.2024 (ગુરુવાર) ના રોજ સાલારપુર સ્ટેશનથી 13.30 કલાકે ઉપડશે અને બે દિવસ પછી શનિવારે સવારે 4.20 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન પણ માત્ર એક દિવસ ચાલશે.આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા જં., મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર જં., દૌસા, બાંદિકુઇ જં., ભરતપુર જં., આગરા ફોર્ટ, ટુંડલા જં., ઇટાવા જં., રૂરા, કાનપુર સેન્ટ્રલ અને લખનઊ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.ટ્રેન નંબર 09555 વેરાવળ-સાલારપુર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 30.04.2024 (મંગળવાર) ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.