પહેલીવાર MBBSના 200 વિદ્યાર્થી સસ્પેન્ડ રાજકોટની PDU મેડિકલ કોલેજમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, કોમ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ બેસી નહીં શકે
રાજકોટના ઇતિહાસ સૌપ્રથમ વખત એવું બન્યું છે કે એકસાથે 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોમ્પ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત આગળ પણ જો આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, એવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.