મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ વિસ્તારની પાંજરાપોળને સમસ્ત મહાજન દ્વારા ૫૦ લાખના ચેક વિતરણ કરાશે.
મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ વિસ્તારની પાંજરાપોળને સમસ્ત મહાજન દ્વારા ૫૦ લાખના ચેક વિતરણ કરાશે.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહનાં નેતૃત્વમાં તા. બે, જૂન રવિવાર, સાંજે ૪-૦૦ થી ૭-૦૦, અર્થ કેસ્ટલ મોલ, સિક્કા નગર - મુંબઈ ખાતે મહારાષ્ટ્રની પાંજરાપોળોને ૫૦ લાખના ચેકનું વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલેખનીય છે કે, મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ વિસ્તારોમાં ભયંકર દુષ્કાળને કારણે પશુઓના ચારાની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે. જેના હિસાબે પાંજરાપોળોને ગૌધન નિભાવવું અતિ મુશ્કેલ બની ગયું છે. આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્રની પાંજરાપોળને સમસ્ત મહાજન દ્વારા ૫૦ લાખના ચેકનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સાથમાં જ સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવતી કાર્યવાહીઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
સમસ્ત આયોજન અંગે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અને દેવેન્દ્રભાઈ જૈન (મો. 9825129111) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.