બોટાદ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, સંચાલકો વ્યવસ્થાપકો દ્વારા પદાધિકારીઓ આમંત્રિતોની અવગણના કરતા હોય તેવું ફરી સામે આવ્યું, સત્ય બતાવનાર પત્રકારોની પણ અવગણના કરાય
( ચંદ્રકાંત સોલંકી દ્વારા)
બોટાદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી, જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાના પદા અધિકારીઓ રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો.
સવાલ એ થાય છે કે આ કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થા અને આમંત્રિતોનું લિસ્ટ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ તૈયાર કરતા હોય છે ત્યારે આવા જાહેર કાર્યક્રમમાં અનેક વાર પદાધિકારીઓ અને આમંત્રિતો વચ્ચેના ભેદ નહીં સમજનાર કર્મચારીની બેદરકારીને કારણે આપમાનીત સ્થિતિમાં મુકાવવું પડે છે.ક્યાંક ને ક્યાંક તેઓના પદાધિકારીઓના નામ, હોદ્દા માં ભૂલ જોવા મળે છે, તો ક્યારેક નામ આખા ગાપચી મારી જાય છે. ક્યારેક આમંત્રિતોને બેસવા માટે વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ નથી હોતી ત્યારે આવા ગાપચી માર કર્મચારીઓ વિરુદ્ધ નોટિસ કે કડક કાર્યવાહીના અભાવે દર વર્ષે આવી પરિસ્થિતિ વારંવાર બને છે. ત્યારે આવી બે જવાબદાર વ્યવસ્થામાં મતદાતાઓની સામે પદાધિકારીઓની કિંમત બે કોડીની થઈ જાય છે.જાહેર કાર્યક્રમમાં પદાધિકારીઓના અપમાનનો સિલસિલો બંધ કરાવવા માટે કોઈ ઉચ્ચ અધિકારીએ નક્કર પગલાં લીધાં હોવાના દાખલા જોવા મળ્યા નથી. આમંત્રણ લિસ્ટ, એનાઉન્સમેન્ટ લિસ્ટ બનાવનાર કર્મચારી તેના લેવલ મુજબ લિસ્ટ તૈયાર કરતા હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીઓની ફોલોપ લેવાની આળસના કારણે સમગ્ર કાર્યક્રમમાં પદાધિકારીઓ આમંત્રિતોને અપમાન સહન કરવું પડતું હોય છે. અને સમગ્ર તંત્ર પર દોષનો ટોપલો ઢોળાય છે. ત્યારે પત્રકારોને તો આવા કર્મચારીઓ ગાજર મૂળો સમજી બેઠા છે. પોતાના લાગતા વળગતા પત્રકારનાં નામની નોંધ આપી પોતાના લેવલનું પ્રદર્શન કરે છે. ક્યારેક એવું પણ બને કે સત્ય બતાવનાર પત્રકારો પ્રત્યે પૂર્વ ગ્રહ પણ રાખતાં હોઈ શકે.. સવાલ જે હોય તે પરંતુ "બેદરકારી તે જાણી જોઈને આચરેલ ગુના સમાન છે.."આ કહેવત મુજબ વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક બે જવાબદારીનું પરીણામ પદાધિકારીઓ કે પત્રકારોનું અપમાન ન હોઈ શકે તે તંત્રએ ચોક્કસથી સમજી લેવું જોઈએ.ત્યારે બોટાદ જિલ્લા અને તાલુકા પ્રશાસન પર આવા સવાલો ચોક્કસથી ઉઠ્યા છે.??
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.