વિશ્વ રક્તદાતા દિવસને પ્રેરિત કરતા ઘનશ્યામભાઈ વિરાણી
( હર્ષદ ચૌહાણ દ્વારા )
વિશ્વભરમાં ૧૪ જૂનના દિવસને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન) દ્વારા ૨૦૦૪ થી ઉજવવામાં આવે છે. ૧૪ જૂન એ કાર્લ લેન્ડસ્ટેઇનર નામના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જન્મજયંતિ છે કે જેણે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. ખાસ તો આ દિવસને લોકોમાં રક્તદાનની જરૂરિયાત અંગે તથા રક્તદાતાઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે WHO આ દિવસ માટે એક સ્લોગન (સૂત્ર) નક્કી કરે છે. આ વર્ષનું સ્લોગન છે - ‘‘ Be there for someone else. Give blood. Share life”.
લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે. કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના કેન્દ્રો હોવા જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ વિનામૂલ્યે રક્તદાન કરી શકે. આત કે સમગ્ર બોટાદ નગરવાસીઓને બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરતા એટ ધીસ ટાઇમ મીડિયા હાઉસમાં જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.