માળીયા હાટીના ને એસ.ટી.ની પૂરતી સુવિધા મેળવવા માટે એસટી વિભાગના નિયામકને લેખિત માં રજુઆત કરતા આગેવાનો
માળીયા હાટીના ૬૮ (અળસઠ) ગામોના તાલુકાનું મુખ્ય મથક છે તાલુકાની તમામ કચેરીઓ માળીયા હાટીના મુકામે આવેલ છે માળીયા હાટીના હાઈ-વે થી ૪-કિલોમીટરની અંદર આવેલ હોય હાઇ-વે ઉપરથી પસાર થતી એસ.ટી. ની બસો પૈકીમાંથી ભાગ્યે જ એસ.ટી. બસોનો માળીયા હાટીનાને લાભ મળે છે જે ઘણો અપુરતો છે માળીયા હાટીના અંત્રેથી મુસાફરી માટે એસ.ટી. જ વિક્લ્પ હોય જેથી હાલના અપુરતી એસ.ટી. ની સુવિધાથી પ્રજાને પારાવાર મુશ્કેલી પડે છે અને લાંબા અંતરની બે ત્રણ બસ સિવાય અન્ય બસો મળતી નથી જેથી આ વિસ્તારના પ્રજાજનોની લાગણી અને માંગણી છે 1) વેરાવળ માળીયા હાટીના જૂનાગઢ દર કલાકે સટલ આવક જાવક બસ શરૂ કરવી જોઈએ 2) માળીયા હાટીના થી ચોરવાડ માંગરોળ માધવપુર પોરબંદર આવક જાવક બસ શરૂ કરવી જોઈએ 3) માળીયા હાટીના બસ સ્ટેશનમાં ગોંડલ આવક જાવક સમયસર રેગ્યુલર કરવી 4) માળીયા હાટીના થી વડા ળા, અવણીયા, શેરગઢ, અજાબ, મેંદરડા, વિસાવદર,ઘારી તરફ માટે એક પણ બસ આવક જાવક નથી તે બસ ની સુવિધા શરૂ કરવી જોઈએ 5) માળીયા હાટીના રૂટ પર ચાલતી પૈકીની અમુક બસ અનિયમિત ને રેગ્યુલર કરવીતે આવા અનેક પ્રશ્નો બાબતે માળીયા હાટીના એસટી સલાહકાર સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, સરપંચ સંગઠન પ્રમુખ કિશોરભાઈ દયાતર, તાલુકા ભાજપ મહા મંત્રી ડી.કે.સીસોદીયા, માળીયા હાટીના તાલુકાના લોકસેવક જીવાભાઈ સીસોદીયા એ એસટી વિભાગના નિયામકને લેખિત માં રજુઆત કરી
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.