ગરબાડા પોલીસે દેવધા ગામે લિસ્ટેડ બુટલેગર ના ઘરે રેઇડ કરી વિદેશી દારૂ સાથે બુટલેગર ને ઝડપી જેલ માં ધકેલ્યો.
ગરબાડા પોલીસ મથકના પી.આઈ એસ.એમ.રાદડિયા દ્વારા ચાર્જ લેતાં સાથે પ્રોહી રેઇડ કરી બૂટલેગરો સામે કાર્યવાહી કરાતા બુટલેગરો માં ફફડાટ.
ગરબાડા પોલીસ મથકના પી.આઈ એસ.એમ.રાદડીયા તથા પી.એસ.આઇ જી.કે.ભરવાડ તથા ગરબાડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે ગરબાડા પો.સ્ટે.ના લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઝાલાભાઇ હરસીંગભાઇ દેહદા રહે. દેવધા , ખાનનદી ફળીયા તા.ગરબાડા જી.દાહોદના ઘરે રેઇડ કરતા રહેણાક મકાનમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયર મળી આવતા આરોપી વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે
