રાજ્યમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાના નામે કૌભાંડનો આરોપ એક દિવસની તાલીમ આપીને કોચ બનાવી પૈસા લઈ લેતા હોવાનો આક્ષેપ
રાજકોટ :- ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શહેર અને જિલ્લામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં રાજકોટના 22 જેટલા કરાટે કોચ થયા એકત્રિત થયા હતા અને આ યોજનામાં કૌભાંડ થાય છે તેવા આક્ષેપો કર્યા હતા. કરાટે કોચ જીતેન્દ્ર મારુંના જણાવ્યા અનુસાર, આવી તાલીમોમાં માત્ર 10% જ તાલીમ આપવામાં આવે છે. જે લોકોએ માર્શલ આર્ટ આવડતું નથી તે લોકોને એક દિવસથી તાલીમ આપીને કોચ બનાવી દેવાય છે. આ ઉપરાંત ઘણી શાળાઓમાં તાલીમ જ નથી અપાતી તેવા આક્ષેપો કર્યા હતા. રાજયમાં એક સ્કૂલ દીઠ તાલિમ આપનારને રૂપિયા 15,000 મળે છે. જેને બદલે એક કોચ 3 કે 4 હજારમાં આવે અને બાકી બધા પૈસા પોતાના ખીચામાં નખતા હોય તેવો આરોપ લગાવ્યો હતો. રાજકોટમાં જિલ્લાનો કોન્ટ્રક રણજીત ચૌહાણ પાસે છે. પરંતુ કોઈ કોચથી શક્ય નથી કે જિલ્લાની 600 શાળાને બે દિવસમાં તાલીમ આપી શકે તેવો આક્ષેપ કર્યો હતો..
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
