ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ સમાજના ઉત્કર્ષ માટે ૧૧લાખ આપી જન્મદિવસ ઉજવ્યો - At This Time

ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ સમાજના ઉત્કર્ષ માટે ૧૧લાખ આપી જન્મદિવસ ઉજવ્યો


ધંધુકા કોળી સમાજના પ્રથમ એવા ધારાસભ્ય સમાજના ઉત્કર્ષ માટે ૧૧લાખ આપી જન્મદિવસ ઉજવ્યો

ધારાસભ્યએ ગાંધીનગર કોળી સમાજ ભવનના બાંધકામ માટે માતબર રકમનું અનુદાન આપી પ્રસંશનીય કાર્ય કર્યું

સોરઠ અપડેટ કોળી સમાજના પ્રથમ એવા ધારાસભ્ય સમાજના ઉત્કર્ષ માટે ૧૧ લાખ આપી જન્મદિવસ ઉજવ્યો છે. ધારાસભ્ય કાળુ ડાભીએ ગાંધીનગર કોળી સમાજ ભવનના બાંધકામ માટે અનુદાન આપી પ્રસંશનીય કાર્ય કર્યું છે. ધંધુકા

ધંધુકા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના જન્મદિવસની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી. કોળી સમાજના સેવાભાવિ આગેવાન અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ તેમના જન્મદિવસ નિમિત્તે કોળી સમાજના ઉત્કર્ષ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું છે. ધારાસભ્ય કાળુભાઈ
ડાભીએ જન્મદિવસની તેમના ઉજવણી અનોખી રીતે કરી હતી. ગુજરાત સમાજના રાજ્ય કોળી પ્રમુખ અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના જન્મદિવસ નિમિત્તે તેઓએ ગાંધીનગર કોળી સેવા સમાજ ભવનના પ્રથમ માળના બાંધકામ માટે સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કોળી સેવા સમાજ ભવનના બાંધકામ માટે ધારાસભ્ય કાળુ ડાભોએ ૧૧ લાખનો ચેક અર્પણ કર્યો . કોળી સમાજના સેવાભાવી ધારાસભ્ય કાળુ ડાભીએ માતબર રકમનું અનુદાન આપી તેમનો જન્મદિવસ ઉજવી સૌને સમાજના ઉત્કર્ષ માટે આગળ આવવા પ્રેરણા આપી છે. જન્મદિવસની ઉજવણી પ્રસંગે માતબર રકમનું દાન આપનાર કોળી સમાજના આ પ્રથમ ધારાસભ્યને સૌ એ તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ તકે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.