અકાળા ખાતે અયોધ્યા થી પૂજિત અક્ષત નું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું.”
"અકાળા ખાતે અયોધ્યા થી પૂજિત અક્ષત નું સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું."
દામનગર : લાઠી તાલુકાના અકાળા ગામમાં આવેલ ભગવાન સ્વામિનારાયણ તેમજ રામજી મંદિર ખાતે અયોધ્યા થી આવેલ અક્ષત નું પૂજન લાલજી મહારાજ નુગેન્દ્રપ્રસાદ મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવેલ.આ પ્રસંગે એસ.પી. સ્વામી, ઘનશ્યામ સ્વામી, ઈશ્વર સ્વામી, છપૈયા સ્વામી, ઘનશ્યામ સ્વામી ,બાલ કૃષ્ણસ્વામી ,રામજી મંદિર ના પૂજારી વગેરે ના વરદ હસ્તે અક્ષત અને કળશનું પૂજન અને આરતી કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ એ પણ ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા એ આપણા સૌના મતે મંગલમય પ્રસંગ છે અને ઉત્સાહભેર જોડાવા આહવાન કરેલ. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ અક્ષત લઈ ને રામ ભક્ત અને ઘર સંપર્ક અભિયાન અને અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા ની માહિતી આપી હતી. આ અવસરે લાઠી હિંદુ વિશ્વ પરિષદ પ્રમુખ હર્ષદભાઈ વ્યાસ, દામનગર હિન્દુ પરિષદ પ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર ,બજરંગદળ સંયોજક વિપુલભાઈ પંડ્યા અને સ્વયમ્ સેવકો હાજર રહ્યા હતા. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.