મગજ ભમતા પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
શહેરનાં કેદારનાથ ગેઈટ પાસે ન્યુ સાગર સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મગજ ભમતો હોય જેથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યુ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં કેદારનાથ ગેઈટ પાસે ન્યુ સાગર સોસાયટી 1 માં રહેતાં રજનીકાંતભાઈ બ્રીજલાલભાઈ પાટડિયા (ઉ.વ.71) અને તેના પુત્ર મયુર રજનીકાંતભાઈ પાટડિયા (ઉ.વ.43) એ ગઈ કાલ બપોરના 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી જતા બંનેને તાકિદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તબિયતમાં સારુ જણાતાં તબીબે પિતા-પુત્રને રજા આપી હતી. બનાવ અંગે તેમના પરિવારજને જણાવ્યું હતું કે રજનીકાંતભાઈને સંતાનમાં બે દિકરી અને એક પુત્ર મયુર છે. બંને પુત્રી હાલ તેમનાં સાસરે રહે છે. જ્યારે મયુર અપરણિત છે. અને બંને પિતા-પુત્ર સાગર સોસાયટીમાં સાથે રહે છે. ગઈ કાલે મયુરનો મગજ ભમતો હોય જેથી મયુરે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
જેની જાણ તેનાં પિતાને થતાં તેને પણ સાથે ઝેરી દવા પી લીધી હતી. બાદ બંને પિતા- પુત્ર ઘરની બહાર ઉલ્ટી કરતાં હોય જે પાડોશી જોય જતા પાડોશીએ રજનીકાંતભાઈ ના નાનાં ભાઈને જાણ કરી હતી. બાદ તાકિદે બંનેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રજનીકાંતભાઈ ચાર બહેન અને બે ભાઈમાં મોટાં છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
