આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા માંગરોળ મહિલા મંચ ના નેજા હેઠળ આજ રોજ જેન્ડર તાલીમ યોજાઈ ગઈ
આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા માંગરોળ મહિલા મંચ ના નેજા હેઠળ આજ રોજ જેન્ડર તાલીમ યોજાઈ ગઈ જેમાં માંગરોળ તાલુકા ના કુલ 38 ગામ માથી તલાટીશ્રી ઑ અને તાલુકા ના બીજા વિભાગ ના અધિકારી એમ મળી કુલ 61 લોકો હાજર રહ્યા હતા વિષય જેન્ડર સમાનતા અને સમાન ભાગીદારી ને લઈ સમજ આપવામાં આવી હતી
તાલીમ કાર્યક્રમ ની શરૂઆત માંગરોળ તાલુકા પંચાયાત પ્રતિનિધિ શ્રી ભાવેશભાઈ ડાભી તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે મદદનિશ તાલુકા વિકાસ અધિકારીશ્રી લડાણી દ્વારા કાર્યક્રમ ની દીપ પ્રાગયટ થી અને સંસ્થા ના થીમ સોંગ થી કરવામાં આવી હતી તાલીમ માં મુખ્ય જેન્ડર એટલે શું ?સ્ત્રી અને પુરુષ ની સમાનતા અને સમાજ અને કુદરત દ્વારા ફેરફારો અને તેની સમાજ ઉપર થતી અસર તેને લઈ ને ખાસ રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ વિકાસ ના કામ માં સ્ત્રી અને પુરુષો ની ભાગીદારી સચવાય તેમજ શિક્ષણ આરોગ્ય તેમજ યોજના માં સમાવેશ થાય તેવા સાથે મળી કાર્યક્રમો કરીયે
માંગરોળ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તલાટીઑ ને સમાનતા અંગે ખૂબ સરસ સંબોધન કરેલ હતું ખાસ કરી ને જ્યાં સુધી આપણાં વિચારો શિક્ષણ અને તેની ગુણવતા સાથે નહિ સાચવીએ ત્યાં સુધી અધિકારો થી વંચિત રહીસુ આપણે હકારાત્મક ભૂમિકા સાથે ચાલવું પડસે તોજ આપણે ન્યાય આપી શકીશું
તાલીમ ને રસપ્રદ ઉત્સાહિત કરવાંમાં એજેક્સ પ્રોજેકટ સ્ટાફ અને નાગરિક મિત્ર દ્વારા સંકલન સારું કરવામાં આવેલ તાલીમ માં તલાટીશ્રી ઓ હાજર રહે તેના માટે માંગરોળ તાલુકા પંચાયત ખૂબ સારો સહકાર આપેલ હતો તાલુકા પંચાયત અને સંસ્થા ના સફળ પ્રયત્નો થી તાલીમ ના ફિડબેક લઇ આભાર માની પૂર્ણ કરવામાં આવી હતી
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.