જૂની કલેક્ટર કચેરીમાં સર્વર ડાઉન થતા અરજદારોની લાગી કતારો
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં બુધવારે સવારે 11 વાગ્યાથી સર્વરના ધાંધિયા ફરી શરૂ થતાં અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો અને અરજદારોની લાંબી કતારો લાગી હતી. અનેક અરજદારો કામ પૂર્ણ ન થતા પાછા પણ ગયા હતા. ઝોનલ કચેરીમાં અરજદારોનો સતત ધસારો રહેતો હોય એક ઓપરેટર વધારવા માગણી ઊઠી છે. જૂની કલેક્ટર કચેરીમાં સર્વર ડાઉન થઇ જતા ઝોનલ કચેરીમાં નવા રેશનકાર્ડ કઢાવવા, હાલના રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા, નામ-સરનામામાં સુધારા વધારા કરવા, દાખલા મેળવવા સહિતની કામગીરીઓ ઠપ થઇ ગઇ હતી. જેના પરિણામે જૂની કલેક્ટર કચેરીના ઝોનલ કચેરી અને દાખલા કઢાવવાની કચેરીમાં અરજદારોની લાંબી લાંબી લાઇનો લાગી હતી અને કામગીરી માટે ધરમધક્કો થયાની નારાજગી પણ જોવા મળતી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.