ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનું વળતર ચૂકવવા રજૂઆત કરાઈ.
ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનું વળતર ચૂકવવા રજૂઆત
અમદાવા જિલ્લાના ધંધુકા પંથકમાં ભારે વરસાદના તથા અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરાવામાં આવી છે. ધંધુકા અને ધોલેરા અને બરવાળા રાણપુર મતવિસ્તારમા છેલ્લા 15 દિવસમાં અંદાજે 25-30 ઇંચ વરસાદથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ થયેલ અને વાવેતર ફેલ ગયેલ છે જેના કારણે નુકશાન ભોગવવું પડે છે તેમજ આગાઉ આવેલ તાઉતે વાવઝોડામાં પી એન ખૂબ જ નુકશાન થયેલ હતું ત્યારે પણ આ વિસ્તારોમાં નુકશાની વળતર મળેલ નથી જેથી ધંધુકા , ધોલેરા બરવાળા અને રાણપુર સહિતના પંથકમાં ખેડૂતોને આ નુકશાનનું યોગ્ય વળતર તાત્કાલિક ચુક્વવામાં આવે તેવી ભલામણ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
