પુત્રવધૂના પિતાને સસરાએ મેસેજ કર્યો, કોર્ટે આવી જાવ તમારી દીકરીને તલ્લાક આપવાના છે - At This Time

પુત્રવધૂના પિતાને સસરાએ મેસેજ કર્યો, કોર્ટે આવી જાવ તમારી દીકરીને તલ્લાક આપવાના છે


તલ્લાકની વારંવાર ધમકીથી ત્રસ્ત પરિણીતાએ સાસુ-સસરા, પતિ સામે નોંધાવી ફરિયાદ

ભગવતીપરા, નંદનગર સોસાયટીમાં નવ મહિનાની દીકરી સાથે છેલ્લા સાત મહિનાથી માવતરે રહેતી સુમન નામની પરિણીતાએ કિડવાઇનગર-1માં રહેતા પતિ ઇમ્તિયાઝ, સસરા હારૂનભાઇ ઓસમાણભાઇ હાલા, સાસુ રોશનબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગ્રેજ્યુએટ થયેલી સુમનની ફરિયાદ મુજબ, ઇમ્તિયાઝ સાથે 2018માં નિકાહ થયા છે.

લગ્નના ચાર મહિના બાદ જ પતિએ પોતાને ઘરની બહાર નીકળવાની અને કોઇની સાથે વાત કરવા દેતા ન હતા. બીમાર માતાની તબિયત જોવા માટે પણ પોતાને પિયર જવા દેતા ન હતા. અને તારે અવારનવાર તારા માવતરે જવું હતું તો લગ્ન જ ન કરાયને, તારા બાપને ઘરે રહેવું હતું ને તેમ કહી મેણાં મારતા હતા. સાસુ-સસરા રસોઇ મુદ્દે પણ તને કંઇ આવડતું નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા.

જ્યારે સસરા રસોઇ મુદ્દે મેણાં મારી કહેતા કે તારી જેવી તેવી રસોઇને કારણે જ મને ડાયાબિટીસ થઇ ગયું છે. પોતે માવતર જવાની વાત કરતા પતિ સહિતનાઓ તારો બધો સામાન લઇને જતા રહેવાનું અને તારી કોઇ જરૂર ન હોવાનું કહેતા રહેતા હતા. જ્યારે પોતે પિયર જાય ત્યારે પતિ પોતાની પાસે પ્રૂફ માટે ફોટા પડાવી મગાવતા હતા. દરમિયાન પતિ માટે સાસુ-સસરા બીજી છોકરી શોધતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.