છેતરપિંડી:કારખાનામાં પાર્ટનરશિપ છૂટી કર્યા બાદ અંધારામાં રાખી રૂા.10 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો - At This Time

છેતરપિંડી:કારખાનામાં પાર્ટનરશિપ છૂટી કર્યા બાદ અંધારામાં રાખી રૂા.10 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો


રાજકોટ રહેતાં ભરતભાઇ રામાણીએ અમદાવાદ રહેતાં રામજી પટેલ સાથે ભાગીદારીમાં કારખાનું ચાલું કર્યા બાદ રામજી પટેલે ભાગીદારી દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઇ મેળવેલ ચેકનો દુરુપયોગ કરી રૂ.10 લાખની રકમ મેળવવા કોરા ચેક એકાઉન્ટમાં નાંખ્યા બાદ તે બાઉન્સ થતાં ફરિયાદી વિરૂદ્ધ નેગોસિયલ કેસ કરી છેતરપીંડી આચરતાં કોટળાસાંગાણી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હાલ રાજકોટમાં રણુજા મંદિર પાછળ રહેતાં અને મૂળ જસદણના શિવરાજપૂર ગામના વતની ભરતભાઇ લવજીભાઈ રામાણી (ઉ.વ.56) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રામજી પોપટ પટેલ (રહે. પ્લોરેન્સ રેસિડેન્સી, સોલા અમદાવાદ) નું નામ આપતાં કોટળાસાંગાણી પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 406,420 હેઠળ ગુનો નોંધ્યો હતો.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારે રાજકોટમા થર્મોકોલનુ ફેબ્રીકેશનનું કારખાનું ચલાવુ છું. તેમજ વર્ષ-2020 માં નારણકા ગામની સીમમા સર્વે નં.જુનો 109 પૈકી વાળી જગ્યામાં ક્રિષ્ના થર્મોપેક ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારીમાં કારખાનું શરુ કરેલ હતુ.
જેમા તેઓ 50% ના ભાગીદાર તેમજ રામજીભાઇ પટેલ 25% ના ભાગીદાર અને કુવાડવાના વલ્લભભાઈ ડોબરિયા 25% ના ભાગીદાર મળી કારખાનુ ચાલુ કરેલ અને કારખાનાનું બેન્ક એકાઉન્ટ ધ કોપરેટીવ બેન્ક ઓફ રાજકોટમાં ચાલતુ હતુ. જેમા મારી સહીથી વહિવટ થતો હતો. તેમજ મારે અવાર-નવાર કારખાનાના કામે બહાર જવાનુ થતુ હોય જેથી ભાગીદાર રામજીભાઇએ કહેલ કે, તમારી સહીથી પેઢીના વ્યવહારો ચાલતા હોય તમે બે-ત્રણ કોરા ચેકમાં સહી કરી રાખતા જાવ જેથી કારખાનાનો વહીવટ સરળતાથી ચાલ્યા કરે, તેમના પર વિશ્વાસ રાખી બે-ત્રણ કોરા ચેકો સહી વાળા કારખાને ઓફીસમા રાખતો બાદ કારખાનુ એકાદ વર્ષ સુધી વ્યવસ્થીત ચાલેલ ધંધામાં નુકશાન જતા ભાગીદારોએ છુટા થવાનુ નક્કી કરેલ હતું.
બાદમાં રાજકોટ વકિલ પાસે રૂ.200 ના સ્ટેમ્પ પેપર ઉપર ભાગીદારીમાંથી છુટા થવા લેખીત કરાર કરેલ જેમા બન્ને ભાગીદારોને પેઢીમાંથી છુટા કરવા બન્ને ભાગીદારને હીસાબના નિકળતા રૂ.82.51 લાખ આપવાનુ નક્કી કરેલ જે તા.17/08/2020 ના થયેલ કરારમાં નક્કી થયેલ જે અસલ કરાર રામજીભાઇ પટેલ પાસે છે બાદ તે કરારના આધારે બન્ને ભાગીદારોને રોકડા તેમજ ચેકથી તેમની હિસાબમાં નિકળતી રકમ ચુકવી આપેલ બાદ ગઇ તા.10/10/2022 ના રોજ રૂ.200 ના સ્ટેમ્પ પેપર ઉપર ભાગીદારીમાંથી છુટી થવાનો દસ્તાવેજ અને વિસર્જનની સમજુરી કરાર કરેલ જે કરારમાં મેં મારા બન્ને ભાગીદારને નક્કી થયા મુજબની રકમ રોકડ અને ચેકથી ચુકવેલ હતી.
તેમજ પેઢીના કોઇ પણ ચેક ભાગીદારો પાસે પડેલ હોય તો તે આપી દેવા તેમજ કોઇ પણ પ્રકારનો દુરઉપયોગ કરવાનો કે કરાવવાનો નથી નો સમજુતી કરાર થયેલ હતો. બાદ જે તે વખતે પેઢીના ધી. કોપરેટીવ બેન્ક ઓફ રાજકોટ શાખાની એકાઉન્ટમાં બાકી રહેતા ચેકની ચેક બુક તથા પેઢીના અન્ય કાગળોનો નાશ કરેલ હતો. ગઈ તા.11/09/2023 ના પુર્વ પાર્ટનર રામજીભાઇ પટેલે અમારી પુર્વ પેઢીનો ચેક એચડીએફસી બેન્ક ખંભાળીયાની શાખામાં પોતાના એકાઉન્ટમાં રૂ.10 લાખનો ચેક નાખેલ જેથી પેઢી વિડ઼ો થયા બાદ એકાઉન્ટ બંધ કરાવેલ ન હોય અને પેઢીના એકાઉન્ટમાં બેલન્સ ન હોવાથી તેને નાખેલ ચેક રિટર્ન થયેલ જેથી ચેક રિર્ટન થવા અંગેની નોટીશ તા.25/09/2023 ના મને મળેલ હતી.
ભાગીદારીમાંથી છુટા થયાના કરાર વખતના સાક્ષી શૈલેશભાઇ ઠુમ્મર જે રામજીભાઈ પટેલના ભત્રીજા થતા હોય તેને વાત કરતા તેને હજુ વધુ એક ચેક પોતાની પાસે હોવાનુ અને એ પણ મોટી રકમ ભરી બેન્ક એકાઉન્ટમા નાખશેનું જણાવેલ, જેથી રામજીભાઇએ કારખાનુ ચાલુ હતુ ત્યારે મારો વિશ્વાસ જીતી લઈ કોરા ચેકમાં સહીઓ કરાવી પોતાની પાસે રાખી ભાગીદારીમાંથી છુટા થયા સમયે થયેલ સમજુતી કરારનો ભંગ કરી છેતરપીંડી કરી મારા વિરુધ્ધ ચેક બાઉન્સનો નેગોશીયેબલ મુજબનો કેસ કરતાં તેઓને છેતરપીંડીની જાણ થઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી કોટળાસાંગાણી પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બી.ડી.પરમાર અને ટીમે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.