રણની કાંધીએ અગરિયાઓએ મુહૂર્ત કરી મીઠું પકવવા રણમાં પ્રવેશ કરવાની તૈયારી શરૂ કરી.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રવિવાર વહેલી સવારથી જ વનવિભાગના અધિકારીઓનો કાફલો, એસ.આર.પી અને પોલીસ જવાનો ખારાઘોડા ચેક પોસ્ટ પર દોડી ગયા હતા જો કે, સર્વે સેટલમેન્ટની યાદી ન બને ત્યાં સુધી આધારકાર્ડ, કઇ જગ્યાએ મીઠું પકવા જવાના તેની વિગત અભ્યારણ વિભાગને લખાવવાની રહેશે જો કે, ત્યારબાદ પણ ગેરકાયદે પ્રવેશ કરનારા સામે કાર્યવાહી થશે રવિવારે રણમાં મીઠું પકવવા જવા દેવાની મૌખિક મંજૂરી મળતા અગરિયા સમુદાયમાં ખુશી ફેલાઇ હતી જો કે, અત્યાર સુધી ધ્રાંગધ્રા અભ્યારણ્ય વિભાગ કહેતું હતું કે, હજી ગાંધીનગરથી અમને કોઈ લેખિત પરિપત્ર મળ્યો નથી આથી જેની પાસે અગરકાર્ડ હશે એજ રણમાં મીઠું પકવવા જઈ શકશે. જેમાં 90% અગરિયાઓના નામ આ સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નથી રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયને રણમાં જવા મૌખિક મંજૂરી તો અનેક વખત મળી પણ લેખિત મંજૂરી આપવા તંત્રએ માત્ર વાયદા જ કર્યા છે જો કે, ભારે ચર્ચા વિચારણા બાદ અંતે આજે અગરિયાઓએ મુહૂર્ત કરી મીઠું પકવવા રણમાં પ્રવેશ કરવાની તૈયારી શરુ કરી છે જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને મીઠાના અગ્રણી વેપારી આગેવાન હિંગોરભાઈ રબારી અને ડીએફઓ ધવલભાઈ ગઢવી અને અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહિત સેંકડો અગરિયા હાજર રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.