વિસાવદરમાં પુરવઠા વિભાગમાં ચાલતી હપ્તા પદ્ધતિ પ્રાંત અધિકારી રોકશે ખરા : કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ - At This Time

વિસાવદરમાં પુરવઠા વિભાગમાં ચાલતી હપ્તા પદ્ધતિ પ્રાંત અધિકારી રોકશે ખરા : કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ


વિસાવદરમાં પુરવઠા વિભાગમાં ચાલતી હપ્તા પદ્ધતિ પ્રાંત અધિકારી રોકશે ખરા : કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ
વિસાવદરતા.વિસાવદર તાલુકામાં ચાલતી પંડિત દીનદયાળની વ્યાજબી ભાવની દુકાનોમાં ગમે તે લોકોનો માલ કાપી તેનો કાળાબજારમાં વેચી દેવામાં આવતો હોય છે અને સ્થાનિક કચેરીએ બની બેઠેલા કમાવ દીકરા દલાલ દ્વારા તમામ સસ્તા અનાજના વેપારીઓ પાસેથી દશ હજાર જેવી રકમના હપ્તા ઉઘરાવવામાં આવે છે જેમાં વિસાવદર મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા જિલ્લા પુરવઠા અધિકારી,અને કલેકટરના નામે ઉધરાણા કરવામાં આવે છે ત્યારે કડક અધિકારીની છાપ ધરાવતા અધિકારી આંખે પટી બાંધી ધૂતરાસ્ટ ની ભૂમિકા ભજવી રહિયા છે ગરીબ માણસોના મો એ આવેલ કોળિયો ઝૂંટવી વેપારીઓ અધિકારીઓના પેટ ભરી રહિયા છે ત્યારે પુરવઠા વિભાગમાં નોકરી કરવા માટે કે બદલી કરાવવા માટે સ્વાભાવિક રીતે અધિકારીઓમાં રીતસરની પડાપડી થઈ રહી છે વિસાવદર પુરવઠા વિભાગમાં દર બે થી ત્રણ મહિને અધિકારી બદલતા રહે છે અને આ અધિકારીઓના પૈસા માગતા હોવાના રેકોર્ડિંગ સાથે પુરાવા ફરી રહિયા છે વિસાવદરને ભારતના નકશાની બહાર હોય તે રીતે અહીં લાંચ રુસવત ખાતું આવતું નથી કે આ તાલુકાના લોકો ફરિયાદ કરવાંની હિંમત કરતા નથી.ખેર અહીંના અધિકારીઓ ખુલ્લે આમ બોલી રહિયા છે કે આતો કણબી (ખેડૂતોનો)તાલુકો છે અને કણબી અને કેળુ બન્ને બાજુથી ખવાય

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.