જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન એક કરોડ 38 લાખની વીજ ચોરી પકડાઈ - At This Time

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન એક કરોડ 38 લાખની વીજ ચોરી પકડાઈ


- આજે સતત છઠ્ઠા દિવસે વીજ ચેકિંગની કાર્યવાહી: ગોકુલ નગર સહિતના વિસ્તારમાં ૩૩ ટુકડીઓ દ્વારા દરોડાજામનગર,તા.30 જુલાઈ 2022,શનિવારજામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજતંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ ૧ કરોડ ૩૮ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જે ચેકિંગની કાર્યવાહી આજે સતત છઠ્ઠા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી ઠેર ઠેર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, અને મોટાપાયે વિજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ગઈકાલના એક જ દિવસમાં વધુ ૪૨.૧૫ લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સમગ્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન બંને જિલ્લામાંથી ૧,૩૮,૫૫,૦૦૦ ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.જે ચેકિંગ ની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ રખાઇ છે. આજે ફરી જામનગર શહેરના ગોકુલ નગર, રડાર રોડ, નીલકમલ સોસાયટી, અંધઆશ્રમ, સાધના કોલોની સહિતના વિસ્તારોને ધમરોળવામાં આવ્યા છે. જેના માટે ૩૩ વીજ ચેકિંગ ટુકડીને ઉતારાઈ છે, જેની મદદ માટે ૧૨ એસઆરપીના જવાનો, ૨૨ લોકલ પોલીસ, આઠ નિવૃત્ત આર્મી મેન અને ત્રણ વિડીયોગ્રાફરોને જોડવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.