સાયલા તાલુકામાં ચાર ગામમાંથી વીજ ચોરી ઝડપાઇ : 13.50 લાખનો દંડ - At This Time

સાયલા તાલુકામાં ચાર ગામમાંથી વીજ ચોરી ઝડપાઇ : 13.50 લાખનો દંડ


- વીજળીની ચોરી કરનારા તત્વોમાં ફફડાટ- વીજ કંપની દ્વારા વિવિધ 10 ટીમો બનાવી 350 કનેક્શનનું ચેકિંગ હાથ ધરાયુસાયલા : વીજ કંપની દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. તેમાં સાયલા તાલુકામાં કુલ ચાર ગામોમાં વીજ ચોરીના બનાવો સામે આવતા રૂપિયા ૧૩.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના પગલે વીજળીની ચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.  સાયલા તાલુકામાં વીજ કંપની દ્વારા સાયલા, ભાડુકા, સોરીંભડા અને આયા ગામોમાં ૧૦ ટીમો બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. તે દરમિયાન ૨૧ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી વીજચોરી બદલ રૂપિયા ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાયલા ગામે વિવિધ વિસ્તારોમાં ઘર વપરાશના ૨૦૦ જેટલા વીજ જોડાણની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ૨૧ જોડાણમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનું જણાઇ આવ્યુ હતું. તાલુકાના આયા, સોરીંભડા અને ભાડુકા ગામમાં પણ તપાસ હાથ ધરાઇ હતી. ઘર વપરાશ ઉપરાંત કોમશયલ ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં ૧૫૦ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘર વપરાશ ૧૭ તેમજ કોમશયલ ૩ મળી કુલ ૨૦ કનેક્શનમાં ગેરરીતી માલુમ પડી હતી. જેમાં ૩.૫૦  લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સાયલા તાલુકામાં કુલ ચાર ગામોમાં વીજ ચેકિંગ દરમિયાન ૧૩.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.