હજુ મોદી PM બન્યા નથી, વર્લ્ડ લીડર્સે આપી શુભેચ્છા:મેલોનીથી લઈને ભારત વિરોધી મુઇઝ્ઝુએ શું કહ્યું? પુતિન-બાઇડનના કિસ્સાથી સમજો આ શુભેચ્છાઓ કેટલી મહત્ત્વપૂર્ણ?
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ બહુમત મેળવી શકી નથી. ચૂંટણી પહેલાં જ વિદેશયાત્રાનો સ્વીકાર કરનાર નરેન્દ્ર મોદી સરકાર બનાવવા માટે અન્ય પાર્ટીઓ ઉપર નિર્ભર છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બની શકે છે. જો તેઓ એકવાર ફરીથી પીએમ બને છે તો તેઓ જવાહરલાલ નેહરુ પછી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પીએમ રહેશે. મોદીને દુનિયાભરથી શુભેચ્છાઓ મળવાનું શરૂ થઈ ગયું છે. જાણો કોણે શું કહ્યું.... ચૂંટણી પહેલાં જ મોદીને G7 માટે આમંત્રણ આપનાર ઇટાલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોનીએ લખ્યું.... મોરીશસના ભારતીય મૂળના વડાપ્રધાને શુભેચ્છા પાઠવી...
મોરીશસના વડાપ્રધાન પ્રવિન્દ્ર કુમાર જુગનોથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી પર જીતની શુભેચ્છા પાઠવી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌથી મોટું લોકતંત્ર આ રીતે જ વિકાસ કરતું રહેશે. મોરીશસ-ભારતના સંબંધ હંમેશાં અમર રહે. સત્તામાં આવતા જ ભારત સાથે વિવાદ વધારનાર મુઈઝ્ઝૂએ પણ મોદીને શુભેચ્છાઓ આપી...
ચૂંટણીમાં ઐતિહાસિક જીત માટે મારા મિત્ર મોદી અને NDAને શુભેચ્છાઓ આપી. તેઓ ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. હું બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે તેમની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. નેપાળ-ભૂતાનના નેતાઓએ કહ્યું- PM મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ પર પહોંચશે...
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વખત સત્તામાં આવવા પર અભિનંદન પાઠવ્યા છે. દહલે એક પોસ્ટ કરીને લખ્યું કે NDAને ત્રીજી વખત દુનિયાની સૌથી મોટી ચૂંટણી જીતવા બદલ અભિનંદન. મોદીની જીતથી ભારત નવી ઊંચાઈઓને સ્પર્શશે. અમે તેમની સાથે ભારત-નેપાળના સંબંધોને વધુ મજબૂત કરીશું. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને ત્રીજી ટર્મ માટે તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મોદીની જીતથી ભારત નવી ઊંચાઈએ પહોંચશે. તેમની સાથે મળીને અમે ભારત-ભૂતાન સંબંધોને વધુ મજબૂત કરીશું. ભારતની મદદથી આર્થિક સંકટમાંથી બહાર આવેલા પાડોશી દેશ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ લખ્યું...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ભાજપ અને પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, "હું ભાજપની ગઠબંધન NDAને ચૂંટણીમાં જીત પર અભિનંદન આપું છું. ભારતના સૌથી નજીકના પાડોશી હોવાને કારણે અમે તેમની સાથે અમારી ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખીશું." કોઈ પક્ષ પાસે બહુમતી નથી, તો પછી વર્લ્ડ લીડર્સ શા માટે મોદીને અભિનંદન આપી રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર રાજન કુમારના મતે બહુમતી ન મળવાની સ્થિતિમાં વિશ્વના નેતાઓ સૌથી વધુ મત મેળવનાર પક્ષ કે નેતાને અભિનંદન આપે છે. ભારતના કિસ્સામાં, વિશ્વના નેતાઓ મોદીને અભિનંદન આપી શકે છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે, જો રાજકીય ઉથલપાથલની સ્થિતિ હોય તો અભિનંદન આપતા પહેલા સરકાર રચાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પદના શપથ લે ત્યારે જ અભિનંદન આપવામાં આવે છે. ચૂંટણી જીતવા પર ડિપ્લોમેસી કેટલી મહત્ત્વપૂર્ણ, પુતિન-બાઇડનના કિસ્સાથી સમજો...
આ નવેમ્બર 2020ની વાત છે. જો બાઇડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા. વિશ્વભરના દેશોના નેતાઓ તેમની જીત પર તેમને અભિનંદન આપી રહ્યા હતા. તે જ સમયે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની જીત પર અભિનંદન આપવાનો ઇનકાર કર્યો હતો. પુતિને મીડિયાને કહ્યું- 'ટ્રમ્પે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને બાઇડનની જીતને કોર્ટમાં પડકારી છે. કાનૂની લડાઈનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોઈશું. નિર્ણય આવ્યા બાદ જ બાઇડનને ઔપચારિક રીતે અભિનંદન આપશે. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે અભિનંદન ન આપીને શું પુતિન બંને દેશોના સંબંધો બગાડી રહ્યા નથી? આ સવાલના જવાબમાં પુતિને કહ્યું હતું કે 'જે સંબંધ પહેલાથી જ ખરાબ છે તેમાં વધારે શું ખરાબ થશે'. આ સાથે પુતિને કહ્યું, 'અમારો લોકોનો બંને સાથે સન્માનજનક સંબંધ છે. અમને કોઈની સાથે કોઈ સમસ્યા નથી. આ એક ઔપચારિક બાબત છે. અમારો કોઈ છુપો એજન્ડા નથી. મને નથી લાગતું કે ઔપચારિક વિધિઓ કરવામાં ઉતાવળ કરવાથી ખરાબ સંબંધો સુધરશે. તે જ રીતે, તત્કાલિન મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનવેલ લોપેસ ઓબ્રાડોરે પણ બાઇડનને તેમની જીત પર અભિનંદન આપ્યા ન હતા. તેણે કહ્યું હતું કે બાઇડનને અભિનંદન આપવાનું ખૂબ જ વહેલું હતું અને તે કાનૂની મુદ્દો પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા માગે છે. અમેરિકા અને બાઇડનની પાર્ટીના આ બે દેશો સાથે સારા સંબંધો નહોતા. આવી સ્થિતિમાં, રશિયા અને મેક્સિકોના રાજ્યના વડાઓ તરફથી અભિનંદન ન મળવાનું કારણ ખરાબ સંબંધોને દર્શાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, દેશમાં ચૂંટણી જીતનાર નેતાને અભિનંદન આપવું એ બંને વચ્ચેના સંબંધોનું મહત્ત્વ દર્શાવે છે. એટલે શુભેચ્છાઓ ડિપ્લોમેસીને જરૂરી માને છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.