જસદણના રામળીયા ગામના લોકો સાથે કાલે વડાપ્રધાનના સવાંદને આવકારતા વિજય રાઠોડ - At This Time

જસદણના રામળીયા ગામના લોકો સાથે કાલે વડાપ્રધાનના સવાંદને આવકારતા વિજય રાઠોડ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી શરૂ કરાવેલી વિકસીત ભારત સંકલ્પ યાત્રા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી રહી છે. આવતીકાલે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળીયા ગામે યોજાનારી યાત્રાના લાભાર્થીઓ અને અન્ય નાગરિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરનાર હોવાનું જાણવા મળે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તારીખ 30 ના રોજ જસદણ તાલુકાના રામળીયા ગામે લાભાર્થીઓ સાથે વાતચીત કરનાર હોવાની સૂચના ગાંધીનગરથી રાજકોટ જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. વડાપ્રધાનના સંવાદ કાર્યક્રમ અંતર્ગત અમલવારી માટે ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ દેશના અનેક રાજ્યમાં લાભાર્થી સાથે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરવાના છે અને તેમાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના રામળીયા ગામની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ આ સવાંદને આવકારી જસદણ તાલુકાની પ્રજાને ખુશનસીબ બતાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.