બગસરા પૂજ્ય સંત શ્રી વિવેક સ્વરૂપ સ્વામી નો “આદર્શ ગૌમાતા ધામ” માટેનો સંકલ્પ ડો. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રખડતા ઢોર મુક્ત બગસરાની ઐતિહાસિક પહેલ અર્થે માર્ગદર્શન ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને સામાજિક આગેવાનો દ્વારા “આદર્શ ગૌમાતા ધામ”બનાવવા આગળ વધવા નિર્ણય. - At This Time

બગસરા પૂજ્ય સંત શ્રી વિવેક સ્વરૂપ સ્વામી નો “આદર્શ ગૌમાતા ધામ” માટેનો સંકલ્પ ડો. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રખડતા ઢોર મુક્ત બગસરાની ઐતિહાસિક પહેલ અર્થે માર્ગદર્શન ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને સામાજિક આગેવાનો દ્વારા “આદર્શ ગૌમાતા ધામ”બનાવવા આગળ વધવા નિર્ણય.


બગસરા પૂજ્ય સંત શ્રી વિવેક સ્વરૂપ સ્વામી નો “આદર્શ ગૌમાતા ધામ” માટેનો સંકલ્પ

ડો. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રખડતા ઢોર મુક્ત બગસરાની ઐતિહાસિક પહેલ અર્થે માર્ગદર્શન

ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને સામાજિક આગેવાનો દ્વારા “આદર્શ ગૌમાતા ધામ”બનાવવા આગળ વધવા નિર્ણય.

બગસરા શાશ્વત ગ્રામીણ વિકાસ અને ગૌ સેવા તરફ આગેકૂચ કરવા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ પાલક, ગૌ ઉદ્યોગ સાહસિકો, સજીવ / પ્રાકૃતિક / ગૌ આધારિત ખેતી કરતાં ખેડૂતો સાથે એક સીમાચિહ્નરૂપ બેઠક અમરેલી જીલ્લાના બગસરા ખાતે કરી. બેઠકનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનમાં પંચગવ્ય અને ગાય આધારિત ઉત્પાદનોના ફાયદા પર ભાર મૂકતા બગસરાને રખડતા ઢોર-મુક્ત મોડેલ તાલુકામાં પરિવર્તિત કરવાનો હતો. બગસરામાં પ.પૂ.શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા સમાજને નિરોગી કરવા, ધરતી માતાને ઝેર મુક્ત કરવા, સજીવ ખેતીને પ્રોત્સાહિત કરવા અને ગૌમાતાના સર્વાંગીણ મહત્વને સમજવાના પ્રયાસ રૂપે “શ્રીમદ ભાગવત કથા પારાયણ”નું આયોજન કર્યું છે. આ કથાના માધ્યમથી સમાજના ગૌ, કૃષિ, પર્યાવરણ અને વ્યસનમુક્ત નિરોગી સમાજ જેવા વિષયોને સ્પર્શી વિવિધ વક્તાઓના પ્રવચન યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ડો.વલ્લભભાઈ કથીરિયાએ ભાગવત કથામાં ઉપસ્થિત શ્રોતાઓને ગૌ મહાત્મ્ય દ્વારા રખડતા ગૌવંશની સમસ્યા દૂર કરી, ગૌ ઉત્પાદનો દ્વારા એક સ્વાવલંબી “આદર્શ ગૌમાતા ધામ”નું નિર્માણ કરવા હાકલ કરી હતી.રખડતા ઢોર-મુક્ત બગસરા માટેનું વિઝન જણાવતા ડો. કથીરિયાએ રખડતા ઢોરોના મુદ્દાને સ્પર્શવાની સાથે તેની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય અસરો પર ભાર મૂક્યો હતો. તેમણે આ વિઝન હાંસલ કરવા માટે ત્રીપાંખી અભિગમની રૂપરેખા આપી હતી. જેમાં રખડતા ઢોરોને આશ્રય આપવા માટે સારી રીતે સંચાલિત ગૌશાળાની સ્થાપના કરવી. જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ગૌ દત્તક યોજનાઓને પ્રોત્સાહન આપવું અને આર્થિક ઉપાર્જન અર્થે વિવિધ પ્રોજેકટ શરૂ કરવા.ડૉ. કથીરિયાએ વિશેષમાં જણાવ્યું હતું કે “બગસરા” રાષ્ટ્ર માટે રોલ મોડલ બનવાની ક્ષમતા ધરાવે છે. પૂ. વિવેક સ્વરૂપ સ્વામીના આશીર્વાદ સાથે રખડતા ઢોરોના મુદ્દાને ઉકેલીને, આપણે કૃષિ ઉત્પાદકતા વધારી શકીશું, જાહેર સલામતી સુનિશ્ચિત કરી શકીશું, ગાયોના આરોગ્ય અને કલ્યાણમાં સુધારો કરી શકીશું અને નીરોગી રોગમુક્ત સમાજની રચના સ્થાપી શકીશું. ડૉ. કથીરિયાએ ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણના મિશ્રણ અને કૃષિ, આરોગ્ય અને પર્યાવરણમાં તેના પરિવર્તનકારી ફાયદાઓ વિષે સંબોધન કર્યું હતું. તેમણે ગ્રામજનોને પંચગવ્યને તેમના રોજિંદા જીવનમાં મહત્વ આપી જમીનની ફળદ્રુપતા વધારવા અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. રોગપ્રતિકારક શક્તિ વધારવી અને આયુર્વેદિક ફોર્મ્યુલેશન દ્વારા બિમારીઓનો ઉપચાર કરવા. રિન્યુએબલ એનર્જી વડે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. ડો.કથીરિયા એ જણાવ્યુ કે ગૌ સાહસિકોને પ્રોત્સાહિત આપવા માટે GCCI એક વૈશ્વિક સંગઠન છે. જે ઉદ્યોગસાહસિકતા, આર્થિક સંપન્નતા અને ગૌ કલ્યાણ જેવા અનેક વિષયો પર કામ કરે છે, GCCI એ ગૌ આધારિત ઉત્પાદનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સરકાર અને ઉત્પાદકો સાથે સહયોગ કરે છે અને ઉદ્યોગ માટે સ્થાયી વ્યૂહરચનાઓ માટે પ્રોત્સાહિત કરે છે. નાના પાયાના વ્યવસાયોને નાણાકીય અને માર્કેટિંગ સહાય પૂરી પાડવા. ઓર્ગેનિક ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વ્યાપક બજારો સાથે જોડવા. જેવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે કથા પારાયણ બાદ ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા,નગરપાલિકાના પ્રમુખશ્રી એ.વી.રાબડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ બાબરીયા, પટેલ સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ સુવાગીયા, પ્રાકૃતિક કૃષિના પ્રણેતા શ્રી પ્રવીણભાઈ આસોદરીયા, શિક્ષણવિદ શ્રી શેખવા સાહેબ, સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલ ટીંબીના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બી.એલ.રાજપરા, શ્રી કનુભાઈ ભીંગરાડીયા તેમજ સામાજીક અગ્રણી શ્રી દેવચંદભાઈ સાવલિયા, શ્રી બાબુભાઈ ગઢીયા, શ્રી કિશોરભાઇ વોરા, શ્રી મનુભાઈ મુંગલપરા અને શહેર - તાલુકાના રાજકીય-સામાજિક આગેવાનોએ ચર્ચા-વિમર્શ કરી “આદર્શ ગૌ માતા ધામ” દ્વારા બગસરા શહેર અને તાલુકા ને “બેસહારા ગૌવંશ મુક્ત” તાલુકો બનાવવા સક્રીય યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો. આ માટે કાર્ય યોજના બનાવી પૂજ્ય શ્રી વિવેક સ્વરૂપ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા નિર્ણય કર્યો હતો.અંતમાં ડો.કથીરિયાએ ઉપસ્થિત તમામ હિતધારકોને આ પહેલમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી. તેમણે બગસરાને આત્મનિર્ભર અને પર્યાવરણ-મિત્ર બનાવવા માટે જનભાગીદારી દ્વારા યુવાનો અને મહિલાઓની ભૂમિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમજ આ ઉમદા હેતુમાં GCCI સાથે જોડાવવા અને બગસરાને ગ્રામીણ ભારત માટે આશાનું કિરણ બનાવવા ના પ્રયાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.