પોલીસની વર્તણુંકમાં અસભ્યતા અનુભવો છો, ડાયલ કરો 14449
રાજયમાં પોલીસ જ લોકોની સુરક્ષાના બદલે કાયદો હાથમાં લેવા લાગ્યાના બનાવો સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં પોલીસ જવાને સામાન્ય બાબતમાં વિદ્યાર્થીની હત્યા કરી નાખતા રાજય પોલીસવડા વિકાસ સહાય એકશનમાં આવ્યા હતા.
તેને તુરંત જ પોલીસને સુચના આપી હતી કે કોઈપણ પોલીસ જવાન કાયદો હાથમાં લેશે તો તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પણ સુચના આપી હતી. જે બાદ પોલીસ વિભાગે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો હતો.
જેમાં જે પોલીસની વર્તણુંકમાં અસભ્યતા અનુભવો છો, તો ફરીયાદ માટે 14449 નંબર પર ડાયલ કરી સહાય અને મદદ મેળવવાનું જણાવવામાં આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.