ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સ્કૂલો-કોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા “૨૨ માર્ચ વિશ્વજળ દિવસની” ઉજવણી.
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સ્કૂલો-કોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા “૨૨ માર્ચ વિશ્વજળ દિવસની” ઉજવણી.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ગુજરાતમાં પાણી બચાવો અભિયાનનું કામ કરી રહી છે.હાલ ૧૩૫ જેટલા ચેકડેમ તૈયાર કરેલા છે અને ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવાનો સંકલ્પ કરેલ છે.જેનાથી ખેતી, ખેડૂત, પશુ-પંખી અને જીવસૃષ્ટિને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તેમજ સ્વનિર્ભર સ્કૂલોકોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકુતિ પ્રેમીઓ દ્વારા"૨૨ માર્ચ વિશ્વજળ દિવસ"ના દિવસે રાજકોટની દરેક સ્કૂલ-કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને સમાજમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણીનું સ્ટોરેજ અને પાણીના વપરાશ તેમજ પાણી બચાવવા માટેના જાગૃતીનો ભાગરૂપે રેલીના સ્વરૂપમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમી ભાઈઓ દ્વારા 22 માર્ચને શુક્રવારનાં સવારે રેસકોર્સ ફરતે રેલી કાઢીને સમાજમાં લોકો સુધી વરસાદી પાણીનું મહત્વ સમજાવી વિશ્વ જળદિવસ ઉજવણી કરી હતી.
એવું નથી કે આ પરિસ્થિતિ માત્ર બેંગલુરૂમા જ છે, ચિંતા આપડે સૌવે કરવાની છે.કારણ કે ‘સીલીકોન વેલી’માં સર્જાયેલું સંકટતો ખતરાની ઘંટી સમાન છે. આવી સ્થિતિ આપણા શહેરમાં પણ સર્જાય શકે છે. કેટ-કેટલાય સંસોધનો અને અભ્યાસોનું તારણ એજ નીકળયુ છે કે ભારત જળ સંકટ આગળ વધી રહ્યું છે.
જો વરસાદનું પાણી જરૂરીયાત મુજબ બચાવી લેવામાં આવે તો પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે પ્રકૃતિની રક્ષા થાય છે. તેના દ્વારા ખેત ઉત્પાદનમાં અનાજ, કઠોળ, ફળ-ફૂલ અને ઓંષધી જેવી અનેક વનસ્પતિઓ દ્વારા ધરતી હરિયાળી બને છે.જેનાથી સંપૂર્ણ પૃથ્વી પરના જીવો નીરોગી અને ખુશ રહે છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા આજ ના દિવસે દરેક લોકોને દિલથી અપીલ કરી છે કે સમાજમાં થતા નાના મોટા દરેક પ્રસંગોમાં કરકસર કરીને તેમજ જન્મદિવસ,લગ્નતિથિ અને વડીલોની યાદમાં પણ ચેકડેમ બાંધવા જોઈએ.આ કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ,સ્વનિર્ભર સ્કુલ કોલેજોના જેમકે સ્વસ્તિક સ્કુલ, સર્વોદય સ્કુલ, તેજસ્વી સ્કુલ, જીનીઅસ સ્કુલ,પી. ડી.માલવિયા કોલેજના વિદ્યાથીઓ તેમજ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન પ્રમુખ ડી.વી.મેહતા,પ્રવીણભાઈ એસ ગોંડલિયા, રાણાભાઇ ગોજીયા,સુદીપભાઈ મેહતા,વિનયભાઈ લોખીલ શૈલેશભાઈ ભંડેરી, ગૌરવભાઈ પટેલ,જીતેશભાઈ સ્વસ્તિક સ્કુલ તેમજ અન્ય શાળાઓ એ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ડો.વલ્લભભાઈ કથીરિયા,વિરાભાઈ હુંબલ,જમનભાઈ ડેકોરા,પ્રતાપભાઈ પટેલ,જેન્તીભાઈ સરધારા,રમેશભાઈ ઠક્કર,ભરતભાઈ ટીલવા, સતિષભાઈ બેરા,વસંતભાઈ લીંબાસીયા,બીપીનભાઈ હદવાણી,ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ લીંબાસીયા,ભરતભાઈ ભુવા,રમેશભાઈ જેતાણી, દેવસિંહ ટાઢાણી,રામજીભાઈ ગઢિયા, કાંતિભાઈ ભૂત, નવનીતભાઈ અગ્રાવત,આર ક્રીપલાની, રસિકભાઈ લીંબાણી,મનીષભાઈ માયાણી, જયેશભાઈ ઉપધ્યાય, મિનેશભાઇ, દેવાયતભાઈ,અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ સુરેજા,કિશોરભાઈ કથરોટીયા,ભરતભાઈ પીપળીયા,રતિભાઈ ઠુંમર દ્વારા વરસાદી પાણી બચાવવા માટે એક રેલીનું આયોજન કરેલ હતું જેમાં સ્લોગનો અને બેનર તેમજ ડોક્યુમેન્ટ્રી દ્વારા લોકોને પાણી પ્રત્યેની અવરનેસ સમજવામાં આવી હતી.જેમ કે.૧.જરૂર મુજબ ચેકડેમ ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા.૨.ખેત તલાવડી કરી જમીનમાંથી ફળદ્રુપ માટી રોકીને પાણીં બચાવીએ.૩.બોર અને કુવામાં વરસાદી પાણીનુ રીચાર્જ કરીએ.૪.નદી વોકળામાં પ્લાસ્ટિક કે વેસ્ટ કચરો નહિ નાખીને ચોખું રાખીએ.૫. ડ્રીપ અને ફુવારા ખેતીમાં ઉપયોગ કરીને પાણી બચાવીએ.૬.બિલ્ડીંગ, બંગલામાં પાણીનો ટાંકો બનાવી બે-વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી સ્ટોરેજ કરએ.૭.અગાસી, ફળિયાનાં પાણી બોરમાં ઉતારીએ. ૮.સોસાયટી, સ્કુલ-કોલેજ, હોસ્પિટલ તેમજ સાર્વજનિક કે સરકારી કચેરી, રોડનાં સર્કલમાં બોર કરીને જમીનમાં પાણી ઉતારિયે.૯.સમાજ વાડી, ઓફીસ કે ઘરમાં નળ-વાલ લીકેજ બંધ કરીએ. ૧૦.પીવાના પાણીના ગ્લાસ નાના રાખીએ.
૧૧. વોશિંગ મશીન, આરો પ્લાન કે ટોઈલેટનું પાણીને યોગ્ય રીતે રીસાયકલ કરીને સદઉપયોગ કરીએ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.