કામધેનુ યુનિવર્સિટી રાજપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કામધેનુ યુનિવર્સિટી રાજપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય હસ્તકની પશુપાલન પોલિટેકનિક ખાતે આચાર્યશ્રી ડો. બી. પી. બ્રહ્મક્ષત્રિયની આગેવાનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાવિદ્યાલયના અધ્યાપક ડો. લલિત સોરઠીયા, ડો. ભરત ભંડેરી, ડો. જસ્મી પટેલ, ડો. દાદાવાલા, ડો. દીપક સુથાર, ડો. સુજીત, ડો. કાપડિયા દ્વારા પર્યાવરણને ઉપયોગી એવા લીમડા, પીપળા, ગુલમહોર, વડ, જાંબુ જેવા વૃક્ષોનું મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પશુચિકિત્સા અને પશુપાલન અને મત્સ્યપાલન મહાવિદ્યાલયના બધા અનુસ્નાતક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેમ્પસ ઇજનેર શ્રી વાગડીયા અને લાયબ્રેરીયન શ્રી કોરાલી કાર્યક્રમમાં હાજર રહી ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં કેન્દ્રના અનુસ્નાતક વિભાગના ઇન્ચાર્જ ડો. સોરઠીયાએ જણાવ્યું હતું કે અંદાજે ૭૮ હેક્ટરમાં ફેલાયેલ આ કામધેનુ યુનિવર્સિટી, રાજપુર કેન્દ્રમાં દર વર્ષે વૃક્ષારોપણના સફળ આયોજન થકી હાલમાં લગભગ 500 જેટલા વૃક્ષો આ કેમ્પસ શોભા વધારવા સાથે પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે. આગામી સમયમાં આખા કેમ્પસ ને હરિયાળુ બનાવવાના ભાગરૂપે આ કેન્દ્ર ખાતે અંદાજે ૫૦૦ જેટલા દેશી વૃક્ષો રોપવાનું આયોજન કરાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.