સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે* ……
*સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે*
......
*કેનેડાના મુકુંદ પુરોહિત પરિવારે માનવ કલ્યાણ-સ્વાસ્થ્ય રક્ષાના ઉદાત્ત ભાવથી સોમનાથ ટ્રસ્ટને દાન-ભેટ રૂપે અર્પણ કર્યુ-ડિજિટલ ડૉક્ટર હેલ્થ પોડ*
.......
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન આરોગ્ય સેવાના અભિગમની સરાહના કરી*
......
*ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ જ મિનિટમાં ઇ.સી.જી સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મળશે*
.......
*બોડી માસ ઇન્ડેક્ષ-બ્લડપ્રેશર-બોડી સેલ માસ-મીનરલ કન્ટેન્ટ-પ્રોટીન કન્ટેન્ટ જેવા રિપોર્ટ ત્વરાએ ઉપલબ્ધ થશે*
.......
*પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે*
.
*સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે*.
*આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે*.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં દાતા શ્રી મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા*.
*મુખ્યમંત્રીશ્રીએ પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી*.
*આ હેલ્થ પોડ ડિજિટલ ડૉક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત પ મિનિટથી પણ ઓછા સમયમાં*
*આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે*
.
*આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે*
*આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે*
*મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે એટલું જ નહિ, આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે ૪ ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે*.
*બાયોમેટ્રિક લોગીન, બારકોડે રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા ૧૦ લાખની કિંમત ધરાવે છે*
સીએમપીઆરઓ/અરૂણ.... .......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.