રાજકોટમાં 25મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્સ મેદાનમાં સભા, અંદાજે 2 હજાર કરોડના લોકાર્પણ; STની 1,400 બસો ફાળવાઈ
લોકસભા ચૂંટણીનું જાહેરનામું જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે, જેમાં અમદાવાદ, મહેસાણા, સુરત, નવસારી, ગાંધીનગર, જામનગર, દ્વારકા અને ત્યારબાદ રાજકોટ પધારવાના છે. રાજકોટમાં 25મીએ સાંજે રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન જંગી સભાને સંબોધવાના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના હસ્તે અંદાજિત 2 હજાર કરોડના વિકાસકામોનું લોકાર્પણ થવાનું છે ત્યારે અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે તેઓને સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાંથી રાજકોટ પહોંચાડવા માટે એસટી બસની વ્યવસ્થા કરવી પડશે જેને લઈને અંદાજિત 1,400 STની બસો ફાળવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.