ડો. અબ્દુલ કલામસરના ડ્રીમ પ્રોજેકટ તરફ શૈક્ષણિક સંકુલ માંડાવડની કૂચ કદમ
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામના એક ડ્રીમ પ્રોજેકટ કે ભારતના છેવાડાના ગામડાઓના વિધાર્થીઓ વિજ્ઞાન અને ગણિતની પારંગતતા મેળવે અને વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા સ્વપ્નને સાકાર કરવા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ચિલ્ડ્રન સેન્ટર - દિલ્હી સંસ્થા દ્વારા ડો.ચંદ્રમૌલીસર અને મેહુલસરના માગૅદશૅન હેઠળ એક વિજ્ઞાન અને ગણિતને લગતો સેમિનાર વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ-માંડાવડ ખાતે યોજાયો .જેમાં વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો.આ સેમિનારમાં બાળકોને પોતાનામાં છુપાયેલી શકિતઓને યોગ્ય સમથૅન અને દિશા મળી હતી.વિવિધ પ્રોજેકટસ દ્વારા બાળકોએ અચંબિત કરી દે એવુ કૌશલ્ય દર્શાવેલ હતુ.ઝંઝવાડિયા હેતલ,સાવલિયા રૂચિતા,કુબાવત ધર્મેન્દ્ર તથા સ્ટાફ ભાઈઓ બહેનોએ વિધાર્થીઓના માગૅદશૅકોની ભૂમિકા અદા કરી હતી.સમગ્ર સેમિનારના સફળ સંકલનકર્તા તરીકે પ્રિન્સીપાલ પ્રફુલ વાડદોરીયા,સુરેશ ફૂલમાળીયા તેમજ મણિલાલ ભેસાણીયા હતા.કાયૅક્રમની સફળતા માટે ટ્રસ્ટ મંડળ વતી મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાએ અભિનંદન આપ્યા હતા.અને બાળકો વિજ્ઞાન-ગણિત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તે માટે સતત પ્રયાસો કરવાની પ્રેરણા આપી હતી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.