બોટાદ જિલ્લામાં રવિ સિઝનના વાવેતર પ્રમાણે ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે
બોટાદ જિલ્લામાં રવિ સિઝનના વાવેતર પ્રમાણે ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે
ચાલુ રવિ સિઝનમાં જિલ્લામાં ૨૮ હજાર હેક્ટર વાવેતરનો અંદાજ : ગત રવિ સિઝનમાં ૫૪ હજાર હેક્ટરનું કરાયું હતું વાવેતર
બોટાદ નાયબ ખેતી નિયામક(વ)ની અખબારી યાદીમાં જણાવાયું છે કે, બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં રાસાયણિક ખાતરના વિક્રેતાઓ જેવા કે સહકારી મંડળીઓ, જી.એન.એફ.સી. અને જી.એસ.એફ.સી ના ડેપો તથા એ.બી.સી., એ.એસ.સી અને પ્રાઇવેટ વિક્રેતાઓ પાસે યુરિયા-૫૦૯૬ મે.ટન, ડી.એ.પી-૮૦૧ મે.ટન, પોટાશ (એમ.ઓ.પી )-૧૦૯ મે.ટન, એન.પી.કે ખાતરો-૨૨૮૭ મે.ટન તથા એસ.એસ.પી-૧૦૦૩ મે.ટન જેટલો ખાતરનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે.
ચાલુ રવિ સિઝનમાં જિલ્લામાં અંદાજે ઘંઉ-૯૦૦૦, ચણા-૮૦૦૦, જીરૂ-૧૨૦૦ તથા વરિયાળી-૬૦૦, ઘાસચારો-૭૦૦૦ હેક્ટર તેમજ અન્ય પાકો થઇને કુલ-૨૮૦૦૦ હેક્ટર વાવેતર થવાનો અંદાજ છે, ગત વર્ષે આ સમયે ૫૪૦૦૦ હેક્ટર જેટલું કુલ વાવેતર થયું હતું તેમ છતાં ખાતરની કોઇ શોર્ટેજ ન હતી તેમજ ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતોએ પાયાના ખાતરની ખરીદી પણ કરી લીધી છે હવે પછી વાવેતર મુજબ જરૂરી ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં જિલ્લામાં ઉપલબ્ધ છે. આથી ખાતરની કોઇ શોર્ટેજ થવાની નથી તેમજ આવી અફવાથી ભરમાવુ નહીં તેમ બોટાદ નાયબ ખેતી નિયામક(વ.)ની યાદીમાં જણાવાયું છે.
વધુમાં બોટાદ જિલ્લાના ખાતર વિતરણ સંસ્થાઓને અને ખેડૂતોને જણાવવામાં આવે છે કે સરકાર પાસે ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમજ ચાલુ વર્ષના સપ્લાય પ્લાન મુજબ અવિરત પણે જિલ્લાને જથ્થો મળેલ છે. સદરહું ઉક્ત બાબતે કોઇ ફરિયાદ હોય તો નાયબ ખેતી નિયામકશ્રીની કચેરી, બોટાદનો તાત્કાલિક સંપર્ક સાધવા જણાવાયું છે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.