નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી ૧૫ મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે - At This Time

નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી ૧૫ મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે


નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી ૧૫ મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનુ લાભાર્થીઓ સાથેનું વર્ચ્યુઅલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે.

છોટાઉદેપુર જિલ્લાના પ્રાયોજના વહીવટદાર સચિન કુમારની પ્રેરક ઉપસ્થિતિ

બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૧૦/૦૧/૨૦૨૪

નેત્રંગ તાલુકાના મૌઝા ગામ ખાતે આગામી ૧૫ મીએ પીએમ જન મન કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ સંવાદનું પણ જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે.આ અનુસંધાને છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર સચિન કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષપદેથી છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર સચિન કુમારે પીએમજનમન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ટ્રાઈબલ વિસ્તારમાં વસતાં આદિમ જૂથને સરકારની યોજનાઓનો લાભ તેમના ઘરઆંગણે જઈને પહોચાડે તે સુનિશ્ચિત કરવાનો પીએમજનમન કાર્યક્રમનો આશય છે.વધુમાં તેમણે સરકારની બધી જ યોજનાથી આદિમ જૂથમાં લાભાન્વીત કરીને સેચ્યુરેશન કરીને તેમના જીવનધોરણને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને માર્ગદશિત કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલે સ્વાગત પ્રવચનમાં કરતાં જણાવ્યું કે,પી એમ જન મન કાર્યક્રમએ ટ્રાયબલ વિસ્તારમાં વસતાં આદિમ જૂથ માટે સરકારની યોજનાઓનું સેચ્યુરેશન કરવા લક્ષ્યાંકને હાંસલ કરશે તેવી જિલ્લા વહીવટી તંત્રની ટીમ તરફથી ખાતરી આપી હતી.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એસ.આર.ગુપ્તે સહીત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.