ભુવાએ કહ્યું, ’તને નડતર છે, તારે અને તારી દીકરીએ મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે’
રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે એક ગુનો નોંધાયો છે જેમાં ભુવા પાસે ગયેલી મહિલાને ભુવાએ કહ્યું, ’તને નડતર છે, તારે અને તારી દીકરીએ મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે.’ કોઈએ વશીકરણ કર્યું છે, માતાજીની વિધિ કરવી પડશે તેમ કહીં સંબંધ બાંધવા માંગણી કરતા રાજકોટની મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગોંડલના 75 વર્ષીય રત્ના રાણા ડાભી નામના ભુવાની ધરપકડ ભક્તિનગર પોલીસે કરી છે. મહિલાને પતિ સાથે તકરાર ચાલતી હતી તે વાતનો ગેરલાભ ઉઠાવવા ભુવાની દાઢ ડણકી હતી. પણ મામલો પોલીસ સુધી પહોંચી જતા હવે ભુવાને કાયદાનું ભાન કરાવાયું છે.
આ અંગે મળતી વિગત મુજબ, ભક્તિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસમાં જાણ કરી હતી કે, તેમની ઘરે આવેલા 75 વર્ષીય રત્ના ભુવા બીભત્સ માગ કરી રહ્યા છે. જેથી ભક્તિનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મહિલાના ઘરે આવેલા ગોંડલના રત્ના ડાભી નામના ભુવાની ધરપકડ કરી હતી. મહિલાએ જણાવેલ કે, તેના પતિ સાથે તેની તકરાર ચાલે છે.
પતિ સતત ઝઘડો કરતા હોય, ઘરનો માહોલ બરાબર નથી. સ્થિતિ સુધરે તે માટે ગોંડલ રહેતા ભુવા રત્ના ડાભીનો સંપર્ક કર્યો હતો અને રત્નાએ કહ્યું હતું કે, તારા પતિનું કોઇએ વશીકરણ કરી નાખ્યું છે. વશીકરણમાંથી મુક્ત કરાવવા ભુવા રત્નાએ મહિલાને તારા ઘરે આવીશ તેમ કહ્યું હતું. ગઈકાલે રત્ના ડાભી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો, અહીં આવી અંધશ્રદ્ધાની જાળમાં ફસાવા મહિલાને કહ્યું કે, તારા પતિને વશીકરમાંથી મૂક્ત કરવા માતાજીનું કાર્ય કરવું પડેશે. જેમાં તારે રૂ.15 હજાર અને તારી 17 વર્ષની પુત્રીને રૂ.6 હજાર આપવા પડશે. સાથે ભુવાએ મહિલા સમક્ષ માંગણી કરી કે, તારે અને તારી સગીર દીકરીને મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે. તો જ તારા કષ્ટ દૂર થશે.
ભુવાની દાનત પારખી ગયેલી મહિલાએ તુરંત પોલીસમાં ફોન કરી દીધો હતો અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાએ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.