હળવદના માલણીયાદ ગામે ઘાસ કપાતા યુવાન પર આઠ શખ્સનો હુમલો
- પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો- ધારિયા, ધોકા, પાઇપ વડે માર મારતા યુવાન ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયોહળવદ : મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના હળવદના માલણીયાદ ગામે ઘાસ કપાતા યુવાન પર આઠ શખ્સએ ધારિયા, ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવાન ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર મોરબીનાં માલણીયાદ ગામે ઘનશ્યામ માવજીભાઇ કણઝરીયા પોતાના ઘરની પાછળના ભાગમાં શેરીમાં ઉગી નીકળેલુ ઘાસ કપાતા હતા. પરંતુ તેઓનું આ કામ અમુક શખ્સોને ન ગમતા રતીલાલ મુળજીભાઇ પરમાર, ગવાનજી મુળજીભાઇ પરમાર, કિશોર મુળજીભાઇ પરમાર અને મુળજી હરજીભાઇ પરમાર નામના શખ્સોએ તેની ઉપર ધારીયા, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ઘનશ્યામભાઇ સહીત સાહેદ ત્રિભોવનભાઇ તથા કંચનબેન પર પણ આરોપીઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. તેમજ થોડીવાર પછી અન્ય રુખીબેન મુળજીભાઇ પરમાર, મનિષાબેન કિશોરભાઇ પરમાર, ભાવનાબેન રતિલાલભાઇ પરમાર અને ભગવાનજીભાઇની પત્નીએે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હળવદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ઘનશ્યાામએ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.