દહેગામ તાલુકાના બાબરા તેમજ કંથારપુરામાં હડકાયા શ્વાનનો આતંક.12 લોકોને બચકા ભરયા
........ગાંધીનગર........ દહેગામ તાલુકાના કંથારપુરા તેમજ બાબરા ગામમાં એક હડકાયા થયેલા કુતરાએ આતંક મચાવતા કુલ 12 જેટલાં લોકોને બચકા ભરતા ઈજાગ્રસ્ત થતા લોકોએ સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે દહેગામ તાલુકાના બાબરા તેમજ કંથારપુરા ગામમાં એક હડકાયા કુતરાએ એકાએક ગામના લોકો પર હીંચકારો હુમલો કરી દેતા જેમાં ચાર નાના બાળકો તેમજ યુવાનો તેમજ વડીલોને બચકા ભરાતા ગામલોકોમાં નાસભાગ મચી હતી જેથી ગુસ્સે થયેલા ગામલોકો દ્વારા હડકાયા થયેલા કુતરાનો પીછો કરી મોતને ઘાટ ઉતારતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઈજાગ્રસ્તો 108 દ્વારા નજીક ના પાટનાકુવા આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જેમની સારવાર કરી તેમને ઘરે રજા આપવામાં આવી હતી જ્યાં તેમની તબિયત સ્થિર હોવાની વિગતો સામે આવી રહી છે જયારે અન્ય દર્દીઓને બપોર બાદ કૂતરું કરડતા પાટનાકુવા ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચે તે પહેલા જ આરોગ્ય કેન્દ્રના દરવાજા બંધ થઇ જતા દર્દીઓને અન્ય દવાખાને જવા માટે હલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી ગામલોકોએ પાટનાકુવા ગામના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ પણ લગાવ્યો હતો.
ઈજાગ્રસ્ત ના નામ આ પ્રમાણે છે ગામ બાબરા
(1)ઠાકોર ચિરાગસિંહ ગોવિંદસિંહ ઉંમર 10 વર્ષ
(2.)ઠાકોર સંજુબેન ગોવિંદસિંહ ઉંમર 13 વર્ષ
(3 )ઠાકોર હુરસંગજી સોમાજી ઉંમર 60 વર્ષ
(4)દાતણીયા સંજનાબેન જસુભાઈ ઉંમર 17 વર્ષ
(5)ડાભી રાજેશકુમાર જીવાજી ઉંમર 35 વર્ષ
(6 )રાવળ મહેશભાઈ મેલાભાઇ ઉંમર 13 વર્ષ
(7)રાવળ મધીબેન મંગાભાઇ ઉંમર 60 વર્ષ (8.)દેસાઈ સામારભાઈ વિહાભાઈ ઉંમર 39
. . રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ ગાંધીનગર
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.