વિદેશથી ફટાકડા આયાત કરવા અને ઓનલાઇન વેચાણ કરવા પર પ્રતિબંધ
દિવાળીના તહેવારોના અનુસંધાને અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી નહીં શકાય
દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને સમગ્ર રાજકોટ જિલ્લો તહેવારમય બની રહ્યો છે ત્યારે રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધીએ જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેમાં કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહીં કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.