લાઠી તાલુકા માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું અલીઉદેપુર મતીરાળા ખાતે આગમન - At This Time

લાઠી તાલુકા માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું અલીઉદેપુર મતીરાળા ખાતે આગમન


લાઠી તાલુકા માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન આજ રોજ લાઠી તાલુકા ના અલીઉદેપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રથ નું આગમન થયું હતું. અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલવી ની સૂચના થી ડો. મુકેશ સિંહ અને ડો. સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં લાભાર્થીઓ ને સ્થળ પર જ આયુષ્માન ભારત નું કાર્ડ કાઢી આપી પ્રાંત અધિકારી અને પદાધિકારીઓ ના વરદહસ્તે વિતરણ થયું હતું. ઉપરાંત, યોગ નિદર્શન, બીપી ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો નું નિદાન અને સારવાર કરવા માં આવી હતી. હાલમાં ચાલી રહેલી વરસાદ ની ઋતુ માં વાહકજન્ય રોગો અને આરોગ્ય સેવાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપી, કોરોના રસીકરણ કેમ્પ પણ રાખવા માં આવેલ હતો. આ આયોજન ને સફળ બનાવવા ડો. હરીવદન પરમાર, બી આર જાવિયા, ધર્મેશ વાળા, યોગેશ પુરોહિત, અનિતા વાઘેલા, રીના ચૌહાણ અને મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.