શિકારી ખૂદ શિકાર થઈ ગયો. લેન્ડ ગ્રેબીંગની ફરીયાદણ સામે જ સરકારી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવાની પોલીસ ફરીયાદ કરતા મામલતદાર. - At This Time

શિકારી ખૂદ શિકાર થઈ ગયો. લેન્ડ ગ્રેબીંગની ફરીયાદણ સામે જ સરકારી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવાની પોલીસ ફરીયાદ કરતા મામલતદાર.


જેતપુર :- જેતપુર શહેરમાં રહેતી મહિલાએ પોતાનો પ્લોટ પચાવી પાડવાની સરકારી ડોક્યુમેન્ટ સાથે લેન્ડ ગ્રેબિંગની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી તે ફરીયાદીમાં જેને આરોપી બતાવ્યો હતો તે વ્યક્તિએ ફરીયાદીએ ખોટું સરકારી રેકર્ડ ઉભું કરી હોવાની અરજી કરતા તે અરજી ખરી નીકળતા સીટી મામલતદારે ફરીયાદી સામે જ ખોટું સરકારી રેકર્ડ ઉભું કરી તેને ખરા તરીકેનો ઉપયોગ કરવાની ફરીયાદ નોંધાવી હતી.

શહેરના સીટી સર્વે નંબર ૮૫૩ પૈકી વાળી જમીનની માલિકી ધરાવતા રાધાબેન દિનેશભાઇ રાદડિયાએ પોતાની જમીન પર ભૂષણ જોગી નામના શખ્સે ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો હોવાની ઓનલાઈન અરજી કરેલ હતી. આ અરજી કલેકટરની લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ચાલી જતા વર્ષ ૨૦૨૧માં કલેકટરે અરજી મંજુર કરતા ભૂષણ જોગી સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાધાબેને સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદ બાદ ભૂષણ જોગીએ પણ રાધાબેને જે સર્વે નંબરની અરજી કરી હતી તેમાં ખોટા લે આઉટ પ્લાન રજૂ કરી ખોટું રેકર્ડ ઉભું કર્યું હોવાનો આક્ષેપ સાથેની પ્રાંત અધિકારીને અરજી કરેલ. જે અરજીની તપાસ સ્થાનિક મામલતદારને પ્રાંત અધિકારીએ સોંપી આ બાબતનો રીપોર્ટ સાત દિવસમાં રીપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો. જે બાબતે મામલતદારે તપાસ કરતા ભૂષણ જોગીને અરજી ખરી નીકળી જેથી ઉપલા અધિકારીઓની સુચનાને પગલે સીટી મામલતદાર મહેશભાઈ પટોળીયાએ રાધાબેન દિનેશભાઇ રાદડીયા સામે આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૯૩ અને ૧૯૫ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ વર્ષ ૧૯૭૭માં મંજુર થયેલ લે આઉટ પ્લાન રાધાબેને રજૂ કરેલ લે આઉટ પ્લાનમાં વિસંગતા હોય કિંમતી સરકારી રેકર્ડ ખોટું ઉભું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવાની ફરીયાદ નોંધાવી હતી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.