પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી ડેપ્યુટી ઈજનેર ને કિસાન સંધ નું આવેદનપત્ર પાઠવ્યું ધુધરાળા ફીડર નો લોવોલ્ટ પ્રશ્ન ઉકેલો ની બુલંદ માંગ વારંવાર વીજ ઉપકરણો બળી જવાની ફરિયાદ થી ખેડૂતો ત્રસ્ત - At This Time

પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી ડેપ્યુટી ઈજનેર ને કિસાન સંધ નું આવેદનપત્ર પાઠવ્યું ધુધરાળા ફીડર નો લોવોલ્ટ પ્રશ્ન ઉકેલો ની બુલંદ માંગ વારંવાર વીજ ઉપકરણો બળી જવાની ફરિયાદ થી ખેડૂતો ત્રસ્ત


પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી ડેપ્યુટી ઈજનેર ને કિસાન સંધ નું આવેદનપત્ર પાઠવ્યું

ધુધરાળા ફીડર નો લોવોલ્ટ પ્રશ્ન ઉકેલો ની બુલંદ માંગ

વારંવાર વીજ ઉપકરણો બળી જવાની ફરિયાદ થી ખેડૂતો ત્રસ્ત

બાબરા ના ગમાપીપળીયા તેમજ ધુધરાળા ગામના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની રાહબારી થી વાંસાવડ પીજીવીસીએલ સબ ડીવીઝનમાં ઘુઘરાળા ફીડરમાં આવતા ખેડૂતોને વાડીમાં ૪૦૦ વોલ્ટની જગ્યાએ ૨૦૦ વોલ્ટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાટર પણ બળી જતા હોવાથી તેમજ વાડીમાં સીંગ અને કપાસમાં ખાસ પિયતની જરૂરિયાત હોય તેવા સમયે લોવોલ્ટેજના કારણે મોટર પણ ઉપડતી ના હોય માટે ખેડૂત પીજીવીસીએલના મેસેજ પ્રમાણે સવારે ૯ થી ભૂખ્યા પેટે પાવર ક્યારે ફૂલ આવશે, મોટર ક્યારે ઉપડશે અને સીંગ કે કપાસને ક્યારે પીયત પુરુ થાશે તેવા ટેન્શન માં બપોરે ઘરે જમવા પણ નથી જઈ શકતા માટે ખેડૂતો લાલઘુમ થઈ બહોળી સંખ્યામાં વાંસાવડ સબ સ્ટેશને પહોંચ્યા.અને ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ ગમાપીપળીયા તેમજ ધુધરાળા ના ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા વાંસાવડ સબ ડીવીઝનમાં નાયબ ઈજનેરશ્રી ચૌધરી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.તેમજ ખેડૂતોએ લોવોલ્ટેજ ને કારણે થતી નુકશાનીની વાત કરી. તેમજ લાલજીભાઈ વસ્તરપરાએ કિસાન સંઘ વિશે માહિતી આપી અને ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જે ધુધરાળા ફીડરમાં ખુબ જ વધારે કનેકશનો હોય અને ઉપરથી લો વોલ્ટેજ આવતા હોય આવતા હોય તો ખરેખર બધા જ ખેડૂત નિયમીત પાવર બીલ પણ ભરતા હોય તો જે પાવરની જરીરીયાત ૪૦૦ વોલ્ટ ઉપરની હોય તે પ્રમાણે- પુરા વોલ્ટેજમાં પાવર આપો અને શક્ય હોય તો દિવસે જ પાવર આપો. કારણકે મગફળી પિયતમાં રાત્રે જનાવર, સર્પ, પડકા, વીંછી વગેરે સામે જોખમી બને છે માટે તાત્કાલીક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ ખેડૂતોની ચર્ચા તેમજ હૈયાવરાળ નાયબ ઈજનેર ચૌધરીભાઈએ સાંભળી અને ખેડૂતોને પુરતી વિજળી મળી રહે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.