શિયાળા દરમિયાન, બિનવારસી પ્રાણીઓ માટે પથારી અને ગાદલા પ્રદાન કરો – એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા
શિયાળા દરમિયાન, બિનવારસી પ્રાણીઓ માટે પથારી અને ગાદલા પ્રદાન કરો - એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા
પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ (PCA) એક્ટ, 1960 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા પશુ, પક્ષી, પ્રાણીઓનાં અધિકારોની સુરક્ષા માટેની સર્વોચ્ચ સંસ્થા છે.
વર્તમાન શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને ભારત દેશનાં ઉત્તરીય ભાગોમાં, તીવ્ર ઠંડીની લહેર છે. જ્યારે માણસો રાષ્ટ્રને અસર કરતી તીવ્ર ઠંડીની લહેરનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે દેશમાં આપણા બિનવારસી પ્રાણીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને બિનવારસી પ્રાણીઓને યોગ્ય પથારી અને ગાદલા આપવાની સૌથી વધુ તાતી જરૂરિયાત છે. આ બિનવારસી પ્રાણીઓને પથારી અને ગાદલા પૂરા પાડવાની આ નાનકડી સેવા, અબોલ પ્રાણીઓ પ્રત્યેની આપણી માનવીય પ્રતિબદ્ધતાને અમલમાં મૂકશે અને ભારતના બંધારણના અનુચ્છેદ 51 A(g) હેઠળ નિર્ધારિત આપણી મૂળભૂત ફરજોને પૂર્ણ કરશે.
આ બાબતને પ્રાથમિકતા આપવા માટે આ દેશના તમામ દયાળુ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે બિનવારસી પ્રાણીઓ માટે શિયાળા દરમિયાન પથારી અને ગાદલા પ્રદાન કરીને અબોલ જીવોની સુરક્ષામાં ધ્યાન આપે.
રિપોર્ટ નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.