ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનુ પોતાના પડતર મકાનમાં વાવેતર કરનાર એક ઇસમને ૨૩.૩૩૫ કિ.ગ્રામના મદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ બોટાદ - At This Time

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનુ પોતાના પડતર મકાનમાં વાવેતર કરનાર એક ઇસમને ૨૩.૩૩૫ કિ.ગ્રામના મદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
તા-૦૮/૧૧/૨૦૨૪ ના રોજ બોટાદ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એમ.જી.જાડેજા તથા એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા હેડ.કોન્સ જયેશભાઈ ગભરૂભાઈ ઘાયલ હેડ.કોન્સ ગોવિંદભાઈ કાળુભાઇ ગળચર તથા હેડ.કોન્સ.દિલિપસિંહ મહોબતસિંહ ટાંક તથા પો.કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ સાપરાનાઓ ગઢડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના જયેશભાઈ ગભરૂભાઈ ધાધલ નાઓને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ "રાજુભાઇ ઉર્ફે નકો જેમાભાઈ નારણભાઈ વાઘેલા રહે.માંડવધાર તા.ગઢડા જી.બોટાદવાળાએ પોતાના કબ્ જા ભોગવટાના મકાનમાં ગેર કાયદેસર રીતે પાસ પરમીટ વગર વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. તેવી હકીકત મળતા જે હકિકતના આધારે મજકુર ઇસમ રાજુભાઇ ઉર્ફે નકો જેમાભાઇ નારણભાઇ વાઘેલા ઉ.વ.આ.૬૦ રહે.માંડવધાર તા.ગઢડાજી બોટાદવાળાના રહેણાક મકાનમાં વાવેતર કરેલ માદક પદાર્થ ( ૧) વનસ્પિત જન્ય લીલાગાંજાના છોડ નંગ-૪૯ વજન ૨૩.૩૩૫ કિ.ગ્રા, કિ.રૂ. ૧,૧૬૬૭૫/- જન્ય લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એકટની કલમ કલમ ૮(બી), ૮(સી), ૨૦(એ), ૨૦(બી), ૨૦(IIii)બી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.