મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ની ઊંઝા શાખા આયોજીત મહેસાણા ખાતે દિવ્યાંગ લોકગીત નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ની ઊંઝા શાખા આયોજીત મહેસાણા ખાતે દિવ્યાંગ લોકગીત નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તા-08/12/2024 ના રોજ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ,વડનગરની ઊંઝા શાખા આયોજીત મહેસાણા ખાતે કમળાના હોલમા સમગ્ર ગુજરાતના દિવ્યાંગોની અંદર છુપાયેલી સંગીત કલાને ઉજાગર કરવા કસુંબીનો રંગ ગુજરાતી લોકગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
જેમાં હિતેશભાઈ ખત્રી - મંત્રીશ્રી મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ,વડનગર, વલ્લભભાઈ પ્રજાપતિ - પ્રમુખ અને મંત્રી ભરતજી ઠાકોર મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ,ઊંઝા,તેમજ સભ્યોમા આશાબેન પરમાર,અનિતાબેન પ્રજાપતિ,સીલાબેન રબારી, સુરેશભાઈ મકવાણા,કકુજી રાજપુત, કનુજી ઠાકોર, મહેમાનમા સંત શ્રી સંધ્યાબા સંત સનાતન આશ્રમ, હિંમતનગર સત્ય વિજય સરસ્વતીજી મહારાજ દિવ્યાંગ સેવા આશ્રમ હરિદ્વાર, હેમાબેન, રોટરીકલબ અમદાવાદ, રાખીબેન તેમજ દિવ્યાગોની ખડેપગે સેવા કરવા જે.જી. છાબલિયા યુવા ગ્રૂપ ઉપસ્થિત રહ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ તેમજ હેન્ડીકેપ દિવ્યાંગોએ એમના સુમધુર કંઠે તાલબદ્ધ રીતે કરેલ લોકગીતોની આકર્ષક રજૂઆતે ખરેખર ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ, કલા અને સંગીતને શારીરિક તેમજ બાહ્ય અનેક પડકારો વચ્ચે પણ હકીકતમાં પોતાનામાં આત્મસાત કરી જીવંત રાખ્યું છે તેનો અદભૂત અનુભવ ઉપસ્થિત તમામ લોકોએ કર્યો. સાથે - સાથે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો માટે ખાસ એક નવીજ સ્પર્ધા સિક્કા શોધનું પણ આયોજન કરાયુ હતું.
આ ત્રણેય સ્પર્ધામાં કુલ 100થી વધારે દિવ્યાંગોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. તેમજ 300 જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિજેતા સ્પર્ધકોને પ્રમાણ પત્ર તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. હિતેશભાઈ ખત્રીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી તેમજ નિરંજન તલાટીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર, ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયી મંચ સંચાલન કર્યું હતું.
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.